પુરુષોની પ્રજનન શક્તિમાં ખતરાજનક ઘટાડો, સરેરાશ પુરુષના વીર્યમાં બાળક પેદા કરવાની તાકાત નથી, વિગતે સમજો આ રિપોર્ટમાં

Lok Patrika
By Lok Patrika
Share this Article

 લેખક :દીપક જગતાપ

વર્ષોથી પુરુષપ્રધાન સમાજમાં પુરુષોનું આધિપત્ય અને એકહથ્થુશાસન ચાલતું આવ્યું છે. પુરુષપોતાની જાતને મૂછાળો મર્દ કહે છે. અને પોતે મર્દ-પુરુષ હોવાનુંગૌરવ લેતા આવતા પુરુષ માટે હવે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવાજેવા નપુંસક સમાચાર છે. સમાચાર છે પુરુષપ્રધાનસમાજમાં મૂંછાળામર્દની મર્દાનગીને પડકારતો પુરુષવાદ હવે ખતરામાં આવીને ઊભો છે. વિશ્વની સમગ્ર પુરુષજાતિનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે. હા, વાત સાચી છે, અને ભારતના પુરુષો માટે તો લાજી મરવા જેવી વાત છે કે ભારતના પુરુષોનું વીર્ય સંતાનો પેદા કરવાની ક્ષમતા ઝડપથી ગુમાવી રહ્યું છે. પુરુષો હવે ક્રમશ નિર્વીર્યવાન અને નપુંસક બનતાજઈ રહ્યા છે…!


ભારતના મર્દો ચિંતાજનક ગતિએ તેમની મર્દાનગી તથા સંતાનોપેદા કરવાની ક્ષમતા ગુમાવી રહ્યા હોવાથી વૈજ્ઞાનિકો ઊંડી ચિંતામાં પડી ગયા છે. એને કારણે તો મુંબઈ સ્થિત પ્રજનન સંશોધન અંગેનાસંસ્થાનમાં આ દુર્ઘટનાનું સઘન સંશોધન પણ શરૂ થઈ ચૂક્યું છે. એક સર્વેક્ષણ અનુસાર ગરમ મિજાજવાળા ભારતીય પુરુષો ક્રમશઃ
ઠંડા પડવા માંડ્યા છે. શયનખંડો ટાઢાબોળ થવા માંડ્યા છે. લગ્નની પહેલી રાતે પુરુષ હનીમૂન મનાવી શકતો નથી ત્યારે પોતાની હાલતકફોડી થાય છે. દેશના હજારો યુવાનોની આ ગંભીર પરિસ્થિતિ છે. દિલ્હીની જશલોક હૉસ્પિટલના આલ્ફાવન એન્ડ્રોલોજી સેન્ટરે ૧૫૦૦ પુરુષોના સર્વેક્ષણ પછી કાઢેલા તારણ પરથી એવું તારણ નીકળ્યું કે દર દસમાંથી એક ભારતીય નપુંસક હોઈ શકે છે. ભારતના પુરુષોનું વીર્ય તેની અસલી ગુણવત્તા ક્રમશઃ ગુમાવતું જાય છે. વીર્યના જેનમૂનાઓની ચકાસણી કરવામાં આવી છે તેમાં ૭૦ ટકા કરતાં પણવધુ નમૂનાઓમાં ફલીનીકરણની ક્ષમતા દેખાઈ નથી. નપુંસકતાને લગતા કેસો છેલ્લા દસકાની સરખામણીએ આજે ત્રણથી ચારગણા વધ્યા છે.


મુંબઈની કેઈએમ હૉસ્પિટલના સેમ્યુઅલ મેડિસિન વિભાગના વડાડૉ. પ્રકાશ કોઠારી કહે છે કે છેલ્લાં બે-ત્રણ વર્ષથી નપુંસકતાનું પ્રમાણ વર્ષે ૧૫ ટકા જેવું વધી રહ્યું છે. અમેરિકામાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑક હેલ્થના અંદાજ પ્રમાણે ત્રણેક કરોડ પુરુષો ઈડીથી પીડાય છે. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચની દષ્ટિએ દુનિયાના અન્ય દેશોના મર્દોના વીર્યની પણ આ જ હાલત છે અને મહિલાઓના હોર્મોન્સ એસ્ટ્રોજન્સના વધી રહેલા પ્રભાવને કારણે કદાચ પુરુષોની આ પીછેહઠ થઈ રહી હોવાની શક્યતા પણ જણાય છે. એક અડધી સદી પહેલાં પરિસ્થિતિ કંઈક જુદી હતી. ત્યારે સંતાન ન થનાર દંપતીમાં સ્ત્રીને જવાબદાર ગણી તેને વાંઝિયા મહેણાં મારીમાનસિક ત્રાસ ગુજારાતો હતો. આજે પત્ની ગર્ભવતી ન બને તે માટે હવે પુરુષને જવાબદાર ઠેરવવામાં આવે છે. અત્યારે બાળહીન દંપતીઓના ૬૦ ટકામાં પુરુષને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. હાલના બાળકન થનારાં દંપતીઓમાં મોટે ભાગે પુરુષની ખામી જણાઈ છે.


છેલ્લાં પચાસ વર્ષોમાં તંદુરસ્ત પુરુષના ફળદ્રુપ નરબીજનું પ્રમાણ(સ્પર્મકાઉન્ટ) 80% ઘટી ગયું છે. ૧૯૪૦માં પહેલીવાર એક ફળદ્રુપ, સશક્ત પુરુષના વીર્યનું સ્પર્મકાઉન્ટ કાઢવામાં આવ્યું હતું. જેમાં એક મિલિલિટર દીઠ ૧૧.૩ કરોડ જેટલું હતું. ૧૯૯૦માં સશક્ત સ્વસ્થપુરુષનું સરેરાશ સ્પર્મકાઉન્ટ ઘટીને સાડા છ કરોડ જેટલું થઈ ગયું છે. ઘણા કિસ્સામાં તો વીર્યમાંના શુક્રાણુઓ ખૂબ નબળા, ગતિહીન તથાબે માથાં પણ પૂંછડી વિનાના હતા. એમ કહેવાય છે કે જો આ જરીતે પુરુષોનું ધોવાણ થતું રહેશે તો બીજા પચાસેક વર્ષ પછી પુરુષસાવ નિર્વાર્ય બની જશે. જેમાં સ્ત્રી સાથે પુરુષ સમાગમ સુખ તો માણી શકશે પરંતુ સંતાન પેદા કરવાની ક્ષમતા ગુમાવી બેઠો હશે.
મેડિકલ રિસર્ચ કાઉન્સિલના અહેવાલમાં એવું કહેવાયું છે કે મનુષ્યો હકીકતમાં એસ્ટ્રોજનના મહાસાગરમાં રહે છે. પર્યાવરણનું પ્રદૂષણ, જીવનશૈલીમાં થયેલા ફેરફારો, જંતુનાશક દવાઓ, ગર્ભ નિરોધકો તથાવરસાદનું પાણી તથા માતાના ધાવણમાં પણ હોર્મોન્સ (અંતઃસ્રાવ) પહેલા હોય છે. અગાઉ આર.એચ. મહેતા તથા ટી.સી. આનંદ નામના વૈજ્ઞાનિકોને “કરંટ સાયન્સ’ નામના સામયિકમાં પ્રસિદ્ધ કરેલા એક અભ્યાસમાં એવું કહેવાયું છે કે બેંગલોરના પુરુષોને તેમના વીર્યની મૂળ ગુણવત્તા ગુમાવી દીધી છે અને તેનું સંભવિત કારણ પ્રદૂષણનેકારણે હવામાં ભળી જતા સલ્ફર ડાયોક્સાઈડ અને સીસું હોવાની સંભાવના છે.


સામાન્ય રીતે બાળક ઉત્પન્ન કરવા માટે પુરુષોના વીર્યમાં પ્રમાણિત પ્રમાણ એક મિલિલિટર દીઠ ૧૧થી ૧૨ કરોડ જેટલું હોય તો શ્રેષ્ઠપ્રમાણ ગણાય પરંતુ આજે સરેરાશ પુરુષના વીર્યમાં રહેલા શુક્રાણુઓની સંખ્યા એક મિલિલિટર દીઠ માંડ ૬ કરોડ જેટલી જ જોવા મળે છે. વળી બાળક ઉત્પન્ન કરવા માટે જેમ શુક્રાણુઓની સંખ્યા હોવી જરૂરી છે તેમ તંદુરસ્ત શુક્રાણુઓ હોવા પણ એટલા જ જરૂરી છે. વળી તંદુરસ્ત બાળકના જન્મ માટે શુક્રાણુઓનું કદ અને તેમની હલનચલનની ગતિ શુક્રાણુઓની સંખ્યા જેટલો જ અગત્યનો ભાગ ભજવે છે. નિષ્ણાતોના મતે હાલના પુરુષોના શુક્રાણુઓની ગતિ મંદ થઈ ગયેલી દેખાય છે. જેમકે બે માથાં ધરાવતા કે બે પૂંછડી ધરાવતા વીર્યના કેટલાક નમૂનાઓમાં શુક્રાણુઓ મૃત થયેલા હોય છે તો કેટલાક મરવાના વાંકે પૂંછડી હલાવતાદેખાય છે. નબળા અને માયકાંગલાની જેમ હલનચલન કરતા શુક્રાણુઓ સ્ત્રીઅંડ સાથે ભાગ્યે જ મિલન સર્જી શકે છે. જો આવા માયકાંગલા શુક્રાણુ સ્ત્રીઅંડ સાથે મિલન સર્જી પણ શકે તો ગર્ભપાત થવાની પૂરેપૂરીશક્યતા રહેલી છે.


થોડા વખત પર જીનીવા ખાતે ભરાયેલી એક પરિષદમાં જગતભરનારિપ્રોડક્ટિવ બાયોલોજિટ્સ તથા ગાયનેકોલોજિટ્સ એકત્રમળ્યા હતા. તેમણે પણ જણાવ્યું હતું કે જગત ભરના પુરુષોના વીર્યનું ધોરણ કથળતું જાય છે. વીર્યમાં શુક્રાણુઓની સંખ્યા ઘટી ન હોય તો પણ માનવશુક્રાણુની ગતિશીલતા પહેલાં કરતાં ચોક્કસ ઘટી છે.
માનવશુક્રાણુની નબળાઈનાં મુખ્ય કારણોમાં મુખ્યત્વે ટેન્શન, ચિંતા, દારૂનું વધુ પડતું સેવન, વધુ પડતું ધૂમ્રપાન, નશાકારક પદાર્થોનું સેવન, એક્સ-રે, વિકિરણ અને અંદરનાં વસ્ત્રો ખૂબ ટાઈટ પહેરવાની આદત તથા ખૂબ સાઈકલ ચલાવવાની આદતોને કારણે પણ શુક્રાણુઓની ઉત્પત્તિ ઘટે છે. વળી ડી.ડી.ટી.ની તીવ્ર ગંધથી પણ માનવશુક્રાણુની ગતિશિલતા પર અસર પહોંચે છે. વળી રસ્તા પર ચાલતી મોટરકાર અને અન્ય વાહનોના નીકળતા ધુમાડામાં નીકળતા સીસાને લીધે પુરુષમાં
જાતીય બિનઉત્પાદકતા વધે છે.


એ ઉપરાંત સ્પર્ધા, પૈસા પાછળની આંધળી દોટના કારણે જાતીયતાનુંઅધઃપતન થવા માંડ્યું છે. નપુંસકતાના દર્દીઓ મોટા ભાગે ૪૦થી ૪૫ વર્ષના હોય છે. તેમાંય ખાસ કરીને પ્રથમ સ્ત્રી સાથેના સંબંધોનિષ્ફળ ગયા પછી બીજી સ્ત્રી સાથે સંબંધ બાંધનાર પુરુષોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. ડાયાબિટીઝ, ડિપ્રેશન, લોહીનું ઊંચું દબાણ, એલર્જી કે હદયની બીમારી માટેની દવા લેવાને કારણે પણ આ સમસ્યા ઉત્પન્ન થાય છે. ડાયાબિટીઝના દર્દીઓમાં ૨૮ ટકાની ઇન્દ્રિયો ઉત્થાન પામતી
નથી અને ૪૫ ટકા દર્દીઓમાં ઈડીની ગંભીર સમસ્યા જોવા મળી છે, જ્યારે સામાન્ય પુરુષો કરતાં ડાયાબિટીઝના દર્દીઓમાં નપુંસકતાના ૬૬ ટકા કેસોમાં માનસિક કારણે પણ જવાબદાર માલૂમ પડ્યા છે.

દિલ્હીની વિદ્યાસાગર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થના માનસ ચિકિત્સકડો. જિતેન્દ્ર નાગપાલનું કહેવું છે કે ઝડપના આ યુગમાં સેક્સનો રોમાંચ લુપ્ત થશે તો યુગલોની જાતીય જિંદગી ઉપર અસર પડશે. માનસશાસ્ત્રીઓનું કહેવું છે કે વીસી કેત્રીસીના અંતભાગમાં લગ્નજીવનના કંકાશ સામેના આક્રોશરૂપે પણ પુરુષોમાં નપુંસકતા આવી શકે છે. આમ હવે વીર્યનું ઓજસ તો અદૃશ્ય થઈ ગયું છે. પણ પુરુષના પ્રજનન અવયવો પણ વિકૃત થવા માંડ્યા છે. કારણ કે વૃષણના કેન્સરનાકેસોમાં સતત વધારો નોંધાયો છે. જનેન્દ્રીયની બે પ્રકારની વિકૃતિઓનેતબીબોની પરિભાષામાં હાયપોપેડીયાસ તથા કીપ્રોચાડીઝમ એવાં નામોઅપાયાં છે. આ બધી જ વિકૃતિઓ વીર્યની ગુણવત્તામાં આવેલી ખરાબીને આભારી હોવાનું જણાયું છે. ભૃણના સ્ટેટોલી કોષને તથા નુકસાનનેકારણે વીર્યની ગુણવત્તા નબળી પડે છે. જો આ કોષોની સંસ્થા ઘટી
જાય તો વીર્યનું ઉત્પાદન પણ ઘટી જાય છે. ઉત્તર અમેરિકા તથા યુકેનાટીમસ વાંદરા, મરઘીઓ અને માછલીઓ ખાતાં પક્ષીઓની પ્રજનન અવસ્થા પણ અસ્તવ્યસ્ત થઈ ગઈ છે.

આ પણ વાંચો

દવા ઉત્પાદકો પર અત્યાર સુધીની ‘સૌથી મોટી કાર્યવાહી’, 11 કંપનીઓ પર પ્રતિબંધ, 2ને તાળા અને રડાર પર… આ છે કારણ

સબમરીન 170 ફૂટની ઊંડાઈમાં ડૂબી જતાં 60 લોકોના મોત, 18 મહિના પછી માત્ર એક મુસાફર જીવતો પાછો આવ્યો

તેથી પોતાની મર્દાનગી જાળવી રાખવી હોય તે માણસે તણાવયુક્ત અને પ્રદૂષણથી દૂર, વ્યસનમુક્ત રહી પ્રફુલ્લતાથી રહેતાં શીખવું પડશે. પૈસાની પાછળ દોડાદોડી, રોગો સામે ગંભીરતા નહિ કેળવે તો ૨૧મીસદીનો સમાજ પુરુષપ્રધાનને બદલે સ્ત્રીપ્રધાન બની જાય તો નવાઈ નહિ !?


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly