Man became deaf: ચીનમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક પુરુષને તેની ગર્લફ્રેન્ડને કિસ કરવી મોંઘી પડી ગઈ છે. વાસ્તવમાં, એક ચીની વ્યક્તિએ તેની ગર્લફ્રેન્ડને કિસ કર્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના રિપોર્ટ અનુસાર, ગર્લફ્રેન્ડને 10 મિનિટ સુધી કિસ કર્યા બાદ બોયફ્રેન્ડે તેની સાંભળવાની ક્ષમતા ગુમાવી દીધી હતી.
મીડિયા આઉટલેટના અહેવાલ મુજબ, આ ઘટના 22 ઓગસ્ટના રોજ બની હતી, જ્યારે કપલ એકબીજાને કિસ કરી રહ્યું હતું. ત્યારબાદ દાવો કરવામાં આવી રહ્યો છે કે યુવતીના બોયફ્રેન્ડને કાનમાં અસહ્ય દુ:ખાવો થયો હતો, જેના પછી ચીની યુવકને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરોએ જણાવ્યું કે તેના કાનના પડદામાં કાણું છે. રિપોર્ટ અનુસાર, કપલ ચીનના પૂર્વ ઝેજિયાંગ પ્રાંતના વેસ્ટ લેકમાં ડેટ પર ગયા હતા, જ્યાં આ ઘટના બની હતી.
ડૉક્ટરોએ કારણ જણાવ્યું
ડૉક્ટરે કહ્યું કે વધુ પડતા ઉત્સાહ સાથે કિસ કરવાથી આવી સમસ્યાઓ થઈ શકે છે. ડોક્ટરોના મતે, ઝડપી ચુંબન કરવાથી શરીરમાં કંપન આવે છે, જેના કારણે કાનના પડદા પર તાણ આવે છે. આવી સ્થિતિમાં કાનનો પડદો ફાટી શકે છે. ચિની યુવકને ડોક્ટર્સ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેને સંપૂર્ણ સ્વસ્થ થવામાં બે મહિનાનો સમય લાગશે. રિપોર્ટ અનુસાર, કપલ લગભગ 10 મિનિટ સુધી સ્મૂચિંગ કરતું રહ્યું. આ દરમિયાન યુવકને કાનમાં વિચિત્ર અવાજ સાથે અસહ્ય દુખાવો થયો હતો. પછી ધીમે ધીમે તેને સાંભળવાનું બંધ થઈ ગયું.
આવા કિસ્સા અગાઉ પણ સામે આવ્યા છે
ફરી એકવાર LPG સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો, સીધો 39 રૂપિયા સસ્તો થયો, નવા વર્ષ પહેલા મળી ભેટ
હવામાન વિભાગની નવી આગાહી ખાસ જાણી લેજો, 48 કલાકમાં ગુજરાતનો પારો ગગડશે, સ્વેટર-ધાબળા તૈયાર રાખજો
રિપોર્ટ અનુસાર આવું પહેલીવાર નથી બન્યું. અગાઉ 2008માં દક્ષિણ ચીનની એક યુવતી સાથે આવું બન્યું હતું. જેણે ચુંબન કર્યા બાદ સાંભળવાની શક્તિ ગુમાવી દીધી હતી. અહેવાલો અનુસાર, દક્ષિણ ચીનમાં એક યુગલ ગયા મહિને ઘરે ટીવી જોતી વખતે તેમની સુનાવણી ગુમાવી દીધું હતું.