એસએમસી (સ્ટેટ મોનીટરીંગ સેલ)એ બાતમી આધારે કચ્છ ભચાઉના નારણસરી ગામે થતી ખનીજચોરી રોકવા રેડ કરાઈ હતી. પોલીસે ખનીજ માફિયાઓ દ્વારા રેતી ચોરી માટે લવાયેલા બે હિટાચી મશિન, બે ટ્રક અને બે ડમ્પર તેમજ ચોરીની રેતી મળી કુલ રૂ.૧,૮૦,૩૯,૪૫૭નો મુદ્દામાલ કબ્જે લેવાયો હતો.
સ્ટેટ મોનીટરીંગ સેલના એસપી રાયને બાતમી મળી હતી કે, ભચાઉના નારણસરી ગામે આવેલી નદીમાંથી મોટા પાયે રેતી ચોરી થઈ રહી છે. બાતમી આધારે તેઓએ ટિમને સૂચના આપતા રેડ કરાઈ હતી. જાેકે એસએમસીની રેડને પગલે ખનીજ ચોરો અને માફિયાઓ પોતપોતાના વાહનો મૂકી ફરાર થઇ ગયા હતા. પોલીસે સ્થળ પરથી વાહનો ઉપરાંત ચોરી કરેલી રૂ.૩૯૪૫૭ની મત્તાની કુલ ૧૧૬.૫ મેટ્રિક ટન રેતી કબ્જે કરી હતી. એસએમસીએ પૂર્વ કચ્છના લાકડીયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી તપાસ હાથ ધરી છે.