ગુજરાતના દવાખાનામાં બેફામ લૂંટ ચાલી રહી છે, એક હોસ્પિટલમાં સર્જરીના 1 લાખ તો એ જ સર્જરીના બીજીમાં 10 લાખ

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

ધવલસિંગ ઝાલાએ વિધાનસભા ગૃહમાં હોસ્પિટલની બેફામ લૂંટ રોકવા માટે માંગ કરી હતી. હોસ્પિટલ દ્વારા FRC જેવી કમિટી બનાવવાની માંગ કરવામાં આવી છે. ધવલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં પણ FRC કમિટી બનવી જોઈએ.એક હોસ્પિટલમાં 1 લાખ લેવામાં આવે છે સર્જરીના તો બંને હોસ્પિટલમાં સારવાર સરખી તો ફી માં ભેદભાવ કેમ?

ધવલસિંહ ઝાલાએ વધુમાં જણાવ્યું હતુ કે, હોસ્પિટલો પર કોઈ નિયંત્રણ નથી. દરેક વસ્તુમાં ભાવ, કોઈ દર નિશ્ચિત હોય છે. પરંતું જયારે હાર્ટનું કોઈ ઓપરેશન કરાવે તો એક જગ્યા બે થી પાંચ લાખ રૂપિયા થતા હોય છે. ત્યારે બીજી કોઈ મોટી હોસ્પિટલમાં ઓપરેશન કરાવે તો એજ બિલ એજ વસ્તુનું 15 લાખ સુધીનું બનતું હોય છે. પરંતું જ્યારે ફી રેગ્યુલર કમિટી શૈક્ષણિક સંસ્થાઓમાં હોય તેવી જ રીતે દરેક વસ્તુનો એક નિર્ધારિત ભાવ નક્કી કરવામાં આવતો હોય છે.

પહેલી એપ્રિલથી ખિસ્સા ખાલી કરવા તૈયાર રહેજો, એકસાથે જીવન જરૂરી 900 દવાઓના ભાવમાં થશે તોતિંગ ભાવવધારો

આ સ્ટૉકમાં થયો પૈસાનો વરસાદ, 1 લાખના થઈ ગયા 3 કરોડથી વધુ, તમે ક્યાંય ડૂબ્યા હોય તો આમા રોકાણ કરો

સારા સમાચાર: લગાતાર બીજા દિવસે સોના-ચાંદીનો ભાવ ગગડ્યો, જાણો ગુજરાતમાં કેટલા હજારમા આવશે એક તોલું

ત્યારે ર્ડાક્ટરોની હોસ્પિટલો ફાઈવ સ્ટાર જેવી હોય એટલે ખૂબ મોટા પ્રમાણમાં પૈસા ખર્ચવા પડતા હોય છે. ત્યારે ગરીબ લોકોને ગરીબ અને ખેડૂતોને ત્યાં કેવી રીતે જવું જે અંગેની ચર્ચા પ્રશ્નોત્તરી કાળ દરમ્યાન પ્રશ્ન પણ પૂછ્યો ત્યારે એવું કહ્યું કે 100 ટકા સરકાર એના પર વિચારણા કરશે.


Share this Article