ન્યુઝીલેન્ડના પીહા બીચ પર 2 ગુજરાતીના મોત, મજા માણવા ગયેલા ગુજરાતી યુવાનો મોતને લઈને થયા ચોંકાવનારા ખુલાસા

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડથી ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે. અહીંના પીહા બીચ પર પિકનિક માટે ગયેલા ગુજરાતના ત્રણ યુવાનોમાંથી બેના ડૂબી જવાથી મોત થયા છે. મૃતક યુવકોના નામ અંશુલ શાહ અને સૌરીન પટેલ છે. ત્રીજો યુવક અપૂર્વ મોદી છે જે આ ઘટનામા બચી ગયો છે કારણ કે તે તરવું જાણતો હતો. ત્રણેય યુવકો અમદાવાદના રહેવાસી હતા જેમાંથી મૃતક અંશુલ અને અપૂર્વ જેઓ કોઈક રીતે બચી ગયા હતા તેઓ તેમની પત્ની સાથે હતા.

ગુજરાતના ત્રણ યુવાનોમાંથી બેના ડૂબી જવાથી મોત

અંશુલનું પત્નીની નજર સામે જ દરિયામાં ડૂબી જવાથી મોત થયું હતું. બંને પરિણીત યુવતીઓ દરિયા કિનારે હતી ત્યારે ત્રણેય મિત્રો દરિયામાં ગયા હતા. એવું કહેવાય છે કે એક વિશાળ મોજું આવ્યું અને ત્રણેયને દૂર લઈ ગયુ. ત્યારે જ સૌરીન અપૂર્વનો હાથ પકડી રાખે છે જ્યારે અંશુલ પાણીમાં સાથે આગળ વહી જાય છે. સૌરિન અને અપૂર્વ ધીમે ધીમે કિનારે આવવાની કોશિશ કરી રહ્યા હતા, ત્યારે બીજી લહેર આવી અને બંને છૂટા પડી ગયા. અપૂર્વ તરવાનું જાણતો હોવાથી તે કોઈક રીતે બહાર નીકળી શકતો હતો.

આણંદમા સામે આવ્યો ગ્રીષ્મા હત્યાકાંડ જેવો જ કિસ્સો, પ્રેમીએ કરી યુવતીનું ગળુ કાપવાની કોશિશ, યુવતીની હાલત ગંભીર

મોરબીના મોત તાંડવના જવાબદારો પર પોલીસે કરી મોટી કાર્યવાહી, ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલનો ધરપકડ વોરંટ અને લુકઆઉટ સર્ક્યુલર કર્યો ઇસ્યુ

જનધન ખાતાવાળાઓને જલસા! આ એક અરજી કરી દો બેંકમા એટલે બેંક ટ્રાન્સફર કરી દેશે તમારા ખાતામા સીધા 10 હજાર રૂપિયા

અહેવાલો અનુસાર કોઈએ હેલ્પલાઈન નંબર 111 પર ફોન કર્યો અને લગભગ 15 મિનિટ પછી કોસ્ટગાર્ડ આવ્યા. થોડા સમય બાદ દરિયામાં ડૂબી ગયેલા બંને યુવકોને બહાર કાઢીને CRP આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તેઓને બચાવી શકાયા ન હતા.  પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહો સંબંધીઓને સોંપવામાં આવશે. મૃતકોના મૃતદેહને ભારત લાવવામાં ઘણો ખર્ચ થવાની શક્યતા છે, તેથી અંતિમ સંસ્કાર ત્યાં કરવા કે ઘરે કરવા તે સંબંધીઓ આવતીકાલે નક્કી કરશે. ભારતીય હાઈ કમિશનને પણ મદદ માટે વિનંતી કરવામાં આવી છે.


Share this Article