ST બસ સાથે અવાર નવાર અકસ્માતના બનાવ બનતા દેખાઈ રહ્યા છે. ત્યારે વધારે એક ઘટના સામે આવી છે. સામખીયાળી રાધનપુર ધોરીમાર્ગ નંબર 27 પર આજે ઘઈ રાત્રે 8.45 વાગ્યાની આસપાસ એક ખુબ દુખદ ઘટના બની હતી અને મેવાસા શિકાગો ટાઉન વચ્ચે અકસ્માતગ્રસ્ત ડંપર પાછળ મુન્દ્રા મોડાસા રૂટની એસટી બસના ડ્રાઈવરે બસ ઘુસાડી દીધો હતી જેથી અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બસમાં સવાર 20 જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હોવાની પણ માહિતી સામે આવી રહી છે. ઘાયલોને પલાસવા, સામખીયાળી અને ભચાઉ હોસ્પિટલમાં સારવાર અર્થે એમયુલન્સ મારફતે લઈ જવામાં આવ્યા છે.
આ સાથે જ માહિતી મળી રહી છે કે ઘટનાના પગલે મેવાસાથી ચિત્રોડ તરફના માર્ગ પર 5 થી 6 કિલોમીટર લાંબો ટ્રાફિક પણ જોવા મળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે કોલસી ભરેલું ડંપર પલટી ગયું હતું. જેની પાછળ આજે બીજું એક ડંપર આથડાયા અને જેના કારણે તે અકસ્માતગ્રસ્ત બન્યું હતું.
ત્યારે કચ્છથી રાધનપુર તરફ આગળ વધતી મુન્દ્રા-મોડાસા રૂટની એક્સપ્રેસ બસ તે ડંપર સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેના પગલે એસટી બસમાં સવાર અંદાજિત 20 જેટલા મુસાફરોને નાની મોટી ઈજા થઈ હતી. જો કે બાબત ગંભીર છે એવું સમજીને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.