રાજ્યમા હત્યાની ઘટનાઓ દિવસે અને દિવસે વધી રહી છે. આ વચ્ચે સુરતમાથી ચોંકાવનારી 2 હત્યાની ઘટના સામે આવતા ચકરાર છે. બે દિવસમાં સુરત શહેરમાં 4 હત્યાની ઘટના સામે આવી છે જેથી પોલીસની કામગીરી પર પણ હવે સવાલ ઉઠી રહ્યા છે અને લોકોમાં ડર અને રોષ છે. મળતી માહિતી મુજબ કાલે ડીંડોલીમાં બે અને લિંબાયતમાં હત્યાનો બનાવ બન્યો. આ સિવાય શહેરમાં ઉધનામાં પણ હત્યા થઈ છે.
સુરત શહેરમાં 2 દિવસમાં 4 હત્યાની ઘટના
આ વિશે વિગતે વાત કરીએ તો ઉધના ઝાંસીની રાણી પાસે બે યુવકો પર જાહેરમા હુમલો થયો. બંને યુવકો પર જાહેરમા તીક્ષ્ણ હથિયાર વડે વાર થયો. ચારથી પાંચ જેટલા શખ્સો દ્વારા થયેલા આ હુમલો કર્યા બાદ હુમલાખોરો ફરાર થઇ ગયા. બાદમા ઇજાગ્રસ્ત બંને યુવકોને સારવાર માટે 108માં સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. પરતુ સારવાર દરમિયાન એકનું મોત થયુ હોવાનુ સામે આવ્યુ છે.
જાહેરમા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો
મળતી માહિતી મુજબ આ ઘટનામા જીવ ગુમાવનારનુ નામ પઠાણ સાકીર ફારૂક ખાન છે. હુમલાખોરોએ યુવક પર રેમ્બો ચાકુ સહિતના તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો તે ઘટના સ્થળે ફેંકીને જ ફરાર થઈ ગયા હતા. જો કે આ મામલે પોલીસને છોકરીને લઈ અદાવત હોઈ તેવી પ્રાથમિક વિગતો મળી છે. સુરતમા સતત વધી રહેલી આ ગુનાખોરી બાદ લોકોમા ડરનો માહોલ છે.