પ્રચારમાં કરોડોનો ધુમાડો કરતા નેતાઓ જરા જુઓ, ગુજરાતના આ ગામમાં 80 મતદારો 60 વર્ષથી મતદાન કરવા હોડી લઈને જાય, કંઈ જ સુવિધા નથી!

Lok Patrika
Lok Patrika
3 Min Read
Share this Article

ગુજરાત ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. મતદાનમાં 12 વાગ્યા સુધીમાં 24 ટકા મતદાન થયું છે. 89 સીટોની પ્રથમ લડાઈમાં અત્યાર સુધીમાં ઘણી મોટી હસ્તીઓએ પોતાનો મત આપ્યો છે. જામનગર ઉત્તરમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ મતદાન કર્યું હતું, જ્યારે અમરેલીમાં ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલા અને કોંગ્રેસના નેતા અને ઉમેદવાર પરેશ ધાનાણીએ મતદાન કર્યું હતું. ત્યારે જો વાત કરીએ ગુજરાતનો છેલ્લો વિસ્તાર ગણાતા કપરાડા તાલુકાના શિંગડુંગરી ગામી તો એમાં 80 મતદારો પાણીની વચ્ચે ટાપુમાં રહી રહ્યાં છે.

આ વખતે મતદાન માટે હોડી માર્ગે 4 કિમી દૂર મતદાનનું બુથ આપવામાં આવ્યું છે. જેથી મતદાન કેવી રીતે કરશે તેવો પ્રશ્ન ત્યાંના મતદાતાઓને ભારે સતાવી રહ્યો છે. શિંગડુંગરીગામ દમણગંગા નદીની એકદમ વચ્ચે આવેલું ગામ છે.જે ગામની ચારેતરફ પાણી જ પાણી છે, પાણી સિવાય કંઈ બીજું નથી. શિંગડુંગરીગામનો અડધો વિસ્તાર કપરાડા તાલુકામાં લાગે છે તો વળી અડધો ભાગ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી વિસ્તાર લાગે છે.

આ ગામની વસ્તી વિશે વાત કરવામાં આવે તો કપરાડા તાલુકામાં લાગતા શિંગડુંગરી ગામમાં 50થી વઘુ ધરો આવેલા છે. જેની 200થી વઘુ વસ્તી ઘરાવતું ગામ છે. જેમાં 80 લોકો મતદાતાઓ છે. ચૂંટણી વિભાગનાં આયોજનનાં અભાવનાં કારણે તેઓએ હોડી માર્ગે ચાર કિમી દૂર નગરગામ ફળિયાની શાળામાં મતદાન મથક પર જઇ મતદાન કરવાનો વારો આવી રહ્યો છે. આ બાબતે મધુબનગામનાં ઉપસરપંચ મહેશ ભોયાએ પણ સરકાર સમક્ષ વિનંતી કરી હતી.

ગામના સરપંચે વાત કરી હતી કે અમારા શિગડુંગરીગામનાં મતદાતાઓએ ચાર કિમી દૂર સંઘપ્રદેશનાં વાકચૌડા જેટી ઉપર ઉતરી ત્યાંથી બે કિમી દૂર વાહનથી કે ચાલીને નગરગામ શાળામાં જઇ મતદાન મથક પર જઇ મતદાન કરવું પડશે. દરેક પાસે હોડી નથી .જયારે અમુક લોકો ગરીબ છે. તો કેવી રીતે મતદાન કરશે માટે સરકારે આ બાબતે મતદાન માટે વ્યવસ્થા કરવી જોઇએનું જણાવ્યું હતું. ગામમાં તમામ સુવિધાનો અભાવ છે.

આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે અને 89 બેઠક પર લોકોએ પોતાની પસંદગીના નેતાને મત આપવાનું નક્કી કર્યું છે. પરંતુ આ પહેલાની ચૂંટણીની વાત કરીએ તો ગુજરાતમાં 4 કરોડ 33 લાખ મતદારો 25 સપ્ટેમ્બર 2017 મુજબ નોંધણી થયેલા છે. ત્યારે પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કાઓમાં 9 ડિસેમ્બર અને 14 ડિસેમ્બર 2017ના રોજ યોજાઈ હતી.

 


Share this Article