શાબાસ: ગુજરાતની પ્રથમ ચૂંટણીથી આ માજી કરે છે મતદાન, અત્યારે 101 વર્ષના થયા અને 18 ટાંકા આવ્યા છતાં કરશે મતદાન!

Lok Patrika
Lok Patrika
1 Min Read
Share this Article

ગુજરાતમા આજે બીજા તબક્કાનુ મતદાન થવા જઈ રહ્યુ છે. ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકો પર આજે મતદાન થશે. આ વચ્ચે મતદાનને લઈને ઉત્સાહનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. પાલનપુરમાં 101 વર્ષના વૃદ્ધમા મતદાન માટે અનેરો ઉત્સાહ દેખાયો, તેઓ મતદાન માટે જીદ લઈને બેસી ગયા છે. આ વૃદ્ધા પાલનપુરની મીઠી વાવડીમાં રહે છે અને તેમનું નામ મહેરૂનીશા કાદરી ઉર્ફે મેરુમા છે.

મળતી માહિતી મુજબ હ્જુ થોડા દિવસ પહેલા જ આ વ્રુદ્ધા પડી ગય હતા અને તેમને ગંભીર ઈજાઓ પણ થઈ હતી. વ્રુદ્ધાના પગમા આ દરમિયાન 18 ટાંકા આવ્યા હતા અને હાલત એવી છે કે તેઓ હવે ચાલી પણ શક્તા નથી. આ છતા પણ તેઓ મતદાન કરવા માંગે છે. વ્રુદ્ધાએ તેમના દિકરાને કહ્યુ કે મને પાંચ તારીખે મને મતદાન કરવા અવશ્ય લઈ જજે.

આ વ્રુદ્ધા અંગે વિગતે વાત કરીએ તો મેરુમા એ દેશ અને ગુજરાતમાં ચૂંટણીની શરૂઆત થઈ ત્યારથી લઈને અત્યાર સુધીની તમામ ચૂંટણીમાં મતદાન કર્યુ છે, પછી ભલે એ ચૂટણી ગ્રામપંચાયતની હોય, નગરપાલિકા, વિધાનસભા કે લોકસભાની. હવે મેરુમાની ઉમર 101 વર્ષની થઈ છે અને 18 ટાંકા પગમા છે. આ છતા પણ ચૂંટણીમાં મતદાન કરવાની હઠ કરીને બેઠા છે.

 

 

 

 

 

 


Share this Article