જૂનાગઢમાંથી ઝડપાયો નકલી DySP, તમારા વિસ્તારમાં તો નથી આવ્યો ને આ નકલી માણસ?

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

રાજ્યમાં નકલીનો વસ્તુઓ તો સામાન્ય મળતી જ રહે છે, ત્યારે હવે ગુજરાતમાં નકલી IPS, PSI, DySP સહિતના અન્ય પદોના અધિકારીઓના નામે ફ્રોડ લોકોનો રાફડો ફાટ્યો છે. તાજેતરમાં 90 લાખનું નકલી જીરું પકડાયું હતું તો દોઢ વર્ષથી ધમધમતું નકલી ટોલનાકું પણ ઝડપાયું હતું. તો, આજે જૂનાગઢમાં નકલી ડીવાયએસપી ઝડપાયો છે.

DySP રોફ મારતો પોલીસના હાથે ઝડપાયો

જૂનાગઢમાં મંત્રીના નકલી પીએ બાદ નકલી ડીવાયએસપી ઝડપાયો છે. મુળ અમદાવાદના મણિનગરનો રહેવાસી અને વડોદરામાં રહેતો તથા ફેમિલી કોર્ટમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો વિનીત બંસીલાલ દવે નામનો શખ્સ ડીવાયએસપીનો રોફ મારતો પોલીસના હાથે ઝડપાયો છે. તે DySP નું કાર્ડ લઈને સમાજમાં ખુશીથી ફરતો હતો.

સૌરાષ્ટ્રમાં 17 લોકો સાથે કરી છેતરપિંડી

નકલી ડીવાયએસપી વિનીત દવેએ સૌરાષ્ટ્રમાં 17 જેટલા લોકો સાથે નોકરી આપવાની લાલચ આપી અંદાજે બે કરોડ થી વધુની રકમની છેતરપિંડી કરી હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું હતું. ભેજાબાજે પોતાના ફેમિલી કોર્ટના ડ્રાઈવર સાથે સિવિલ પ્રિન્સીપાલ જજનું ડુપ્લીકેટ કાર્ડ પણ બનાવ્યું હતું.

શું ભાજપ રાજસ્થાનમાં પણ આપશે ઝટકો? થોડા સમયમાં નવા મુખ્યમંત્રી પદની થઈ શકે જાહેરાત

Rajasthan CM Update: નડ્ડાએ વસુંધરા રાજેને ધારાસભ્યોને મળવાની ના પાડી, એક વર્ષ પહેલા CM બનવાની કરી હતી વાત

ઉપરાંત ડીવાયએસપી તરીકે નકલી કાર્ડ પણ બનાવ્યું હતું. પાટણના બે પોલીસકર્મીઓના પણ આઈકાર્ડ બનાવ્યા હતા. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.


Share this Article
TAGGED: ,