Junagadh News: જૂનાગઢમાં તાંત્રિક વિધિના નામે યુવતી પર દુષ્કર્મ કરવાની ઘટના બની છે. રાજ્યમાં અવારનવાર તાંત્રિકો-ભૂવાઓની છેતરપિંડી સામે આવતી હોય છે. છતાં પણ લોકો તેમની વાતોમાં આવી ને ફસાતા હોય છે. ત્યારે કેશોદના મેસાવણ ગામમાં એક ભુવાએ કેટરિંગમાં કામ કરતી યુવતી પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. આ યુવતીના જણાવ્યા પ્રમાણે, કેટલાક લોકોએ તેને વિધિ કરીને આકાશમાંથી રૂપિયા પડે તેવું કહ્યું હતું અને લાલચ આપીને દુષ્કર્મ આચર્યુ હતું. આ અંગે હાલ પોલીસે શોધખોળ કરી 5 લોકો સામે દુષ્કર્મની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
વાત જાણે એમ છે કે, જુનાગઢના કેશોદ નજીકના મેસવાણ ગામમાં એક યુવતીએ તાંત્રિક વિધિ કરનારા ભુવા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. તાંત્રિક વિધિ કરનારા ભુવાએ યુવતીને આકાશમાંથી પૈસા પડશે એવી લાલચ આપીને પહેલા ફસાવી હતી. ત્યાર બાદમાં તકનો લાભ લઇને યુવતી પર તાંત્રિક વિધિના નામે દુષ્કર્મ આચર્યુ હતું.
સુરતમાં દુનિયાની સૌથી મોટી ડાયમંડની ઓફિસ તૈયાર, આવતીકાલે PM મોદી કરશે ‘સુરત ડાયમંડ બુર્સ’નું ઉદ્ઘાટન
સમગ્ર ઘટનાનો પર્દાફાશ થતાં જ યુવતીએ તાંત્રિક વિધિ કરનારો સાગર નામના ભૂવો અને તેના સાગરિતો સહિત કુલ પાંચ લોકો વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. યુવતીએ આ લોકો વિરૂદ્ધ દુષ્કર્મ ઉપરાંત એટ્રોસિટી, ધાક-ધમકી સહિતની ફરિયાદ આપી છે. હાલમાં પોલીસ આ ઘટનામાં વધુ તપાસ હાથ ધરી છે.