21 જાન્યુઆરીના રોજ 6 વર્ષ પૂર્ણ થતા લેઉવા પટેલ સમાજની આસ્થાનું પ્રતિક ખોડલધામ ખાતે એક મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ભવ્ય કન્વીનર સંમેલનનું આયોજનની ચર્ચા હાલમાં જ શરૂ થઈ ગઈ છે. ત્યારે આ કાર્યક્રમમાં દેશભરના શહેર, તાલુકા અને ગ્રામ્યના કન્વીનર્સ, સ્વયંસેવકો પણ હાજર રહેવાના છે સાથે સાથે PM મોદી અને અમિત શાહ પણ હાજરી આપે એવા સમાચાર છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજર રહેશે
વિગતો મળી રહી છે કે આ કન્વીનર સંમેલનમાં 1 લાખથી વધુ પાટીદાર સમાજના લોકો આવવાના છે અને આ માટે તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. કાગવડ ખોડલધામ ખાતે યોજાનારા કન્વીનર મહોત્સવમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તો હાજર રહેવાના જ છે પણ સાથે સાથે ખોડલધામ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પધાવરા માટે પણ ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે.
મોદી-શાહને આમંત્રણ
વિગતો એવી પણ છે કે કેન્દ્રીય ગૃહમંત્ર અમિત શાહને પણ કાગવડ ખોડલધામ તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે. ત્યારે 21 જાન્યુઆરીના રોજ યોજાનારા આ કાર્યક્રમ કેન્દ્રીય ગૃહમંત્રી હાજર રહે તેવી ખાસ શક્તાઓ છે. કારણ કે હાલમાં ઉતરાયણમાં પણ અમિત શાહ ગુજરાત ખાતે આવવાના છે. આ કન્વીનર સંમેલનમાં સમગ્ર દેશભરના શહેર, તાલુકા અને ગ્રામ્યના કન્વીનર્સ તેમજ સ્વયંસેવક મળી કુલ 1 લાખથી વધુ પાટીદારો સંમેલનમાં ભાગ લેવાના છે.