ન્યુ યર પાર્ટીમાં દારૂની મહેફિલ, બીજા રાજ્યમાંથી ટલ્લી થઈને વલસાડ જિલ્લામાં પ્રેવશનારા આટલા પિયક્કડોનો પોલીસે નશો ઉતારી દીધો

Lok Patrika
By Lok Patrika
Share this Article

નવુ વર્ષ આવે એટલે પાર્ટીનો માહોલ. નવા વર્ષે દારૂબંધીવાળા ગુજરાતમાં પણ લોકો દારૂની પાર્ટી કરે છે. રાતભર જાગીને દારૂ ઢીંચે છે. આવામાં વલસાડ જિલ્લામાંથી મોટી સંખ્યામાં પિયક્કડો પકડાયા છે. વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ અને મહારાષ્ટ્રમાં ન્યુ યર પાર્ટીમાં દારૂની મહેફિલ માણી વલસાડ જિલ્લામાં આવતા ૮૩૫ પિયક્કડો સામે પોલીસે દારૂ બંધીનાં પાઠ ભણાવ્યાં છે. જાેકે, આટલી મોટી માત્રામાં પિયકક્ડોને લઈ જવા માટે વલસાડ પોલીસને બસની વ્યવસ્થા કરવી પડી હતી.

સુરત એડિશનલ ડ્ઢય્ની સૂચના અને માર્ગદર્શન હેઠળ ૨૫ ડિસેમ્બરથી ૧ જાન્યુઆરી સુધી વલસાડ જિલ્લાને અડીને આવેલા મહારાષ્ટ્ર અને સંઘ પ્રદેશમાં ન્યુઈયર પાર્ટીના બહાને દારૂની મહેફિલ માણી વલસાડ જિલ્લામાં આવતા પિયક્કડોને ઝડપી પાડવા આંતર રાજ્ય ચેકપોસ્ટ ઉપર ૨૪ ચેકપોસ્ટ બનાવી છે. જેમાં સંઘ પ્રદેશ અને મહારાષ્ટ્રથી આવતા વાહન ચાલકોનું કડકાઇથી વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં વલસાડ જિલ્લા પોલીસે જિલ્લાના ૧૩ પોલીસ મથકોમાં વાહન ચેકીંગ દરમ્યાન ૮૩૫ લોકોને દારૂના નશામાં વલસાડ જિલ્લામાં પ્રવેશતાં ઝડપી પાડ્યા હતા.

વલસાડ જિલ્લા પોલીસે પીદ્ધડોને ઝડપી કાયદાના પાઠ ભણાવવા માટે જિલ્લાના દરેક પોલીસ મથક મુજબ એક વાડી તૈયાર કરવામાં આવી છે. ચેક પોસ્ટ ઉપરથી પિયક્કડોને વાડી સુધી લઈ જવા ખાનગી ટ્રાવેલ્સની બસ દરેક પોલીસ મથક મુજબ અને જરૂરિયાત મુજવ હાયર કરવામાં આવી છે. પિયક્કડોને કોર્ટમાં રજૂ કરવા માટે બસનો ખાસ ઉપયોગ કરવામાં આવશે. વલસાડ જિલ્લામાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પોલીસ મથકે ભાડે લીધેલા હોલમાં જ આરોગ્ય વિભાગ દ્વારા રેપિડ અને આરોગ્ય ટેસ્ટ સ્થળ ઉપર જ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly