રાધનપુરમા વિધર્મી યુવાને શેરગઢમા યુવતી પર હુમલો કર્યાની ઘટના સામે આવ્યા બાદ બંધનુ એલાન પણ કરવામા આવ્યુ છે. આખો મામલો ત્યારે સામે આવ્યો જ્યારે યુવતી ઘરે એકલી હતી અને ત્યારે યાસીન બલોચ ઘરમાં ઘૂસી આવ્યો. આ બાદ તેણે યુવતી સાથે બળજબરી કરી અને યુવતીએ બૂમાબૂમ કરતા ધારદાર હથિયાર વડે હુમલો કર્યો.
આ બાદ લોહીલુહાણ થયેલી યુવતીએ બુમાબુમ કરતા સ્થાનિકોએ યુવાનને ઝડપી પાડયો અને પોલીસને સોપી દીધો. બીજી તરફ યુવતીને ધારપુર ખસેડવામાં આવી. હવે આ મામલે નવા ખુલાસા સામે આવી રહ્યા છે.
મળતી માહિતી મુજબ યુવક એક તરફી પ્રેમ કરતો હતો અને બન્ને લાંબા સમયથી એકબીજાથી પરિચિત હતા. આ સિવાત તપાસ દરમિયાન બન્ને વચ્ચે પૈસાની લેતી દેતી થઈ હોવાનો એંગલ પણ ખુલ્યો છે.