અક્ષય ગોંડલીયા (જામનગર) કાલાવડ તાલુકાના ટોડા ગામની સીમમાં બુધવારે સાંજે એક બોરડીના ઝાડમાં નવજાત શીશુ મળી આવતા ચારેકોર ચકચાર મચી જવા પામી હતી. બોરડીના ઝાડમાં જીવંત હાલતમાં નવજાત શીશુ મળતી આવતા આ મામલે ગ્રામજનો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી, આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી, તેમજ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ સમગ્ર મામલાને લઈને પોલીસ દ્વારા પ્રાથમિક પુછપરછ હાથ ધરવામાં આવી આવી હતી. પોલીસ દ્વારાનવજાત શીશુનો કબ્જો લઇ સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યું હતું, આ મામલને લઈને ગામના કનકસિંહ જાડેજા દ્વારા કાલાવડ ગ્રામ્ય પોલીસમાં કોઇ અજાણ્યા સ્ત્રી-પુરૂષ સામે આઇપીસી 317 મુજબ ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં જણાવ્યા અનુસાર ટોડાની સીમમાં અજાણ્યા લોકોએ પોતાના બાળકનો જન્મ છુપાવવાના ઇરાદે લગભગ એકથી ચાર દિવસના નવજાત શીશુ ત્યજી દીધું હતું. આ ફરીયાદના આધારે કાલાવડ ગ્રામ્યના પીએસઆઇ એચ.વી. પટેલ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.