રક્ષક જ ભક્ષક: ભાવનગરમાં પોલીસ કોન્સ્ટેબલ જ નીકળ્યો મોટો વ્યાજખોર! મહિલાએ ખુલાસો કરતાં IG પણ હચમચી ગયાં

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

રાજ્યમાં વ્યાજખોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જે પોલીસનુ કામ આવા મામલે લોકોની મદદ કરવાનુ છે તે જ પોલીસ અહી વ્યાજખોર થઈને ઉભી છે. ભાવનગરમાંથી સામે આવેલ આ કિસ્સામા પોલીસ કોન્સ્ટેબલ વ્યાજે રૂપિયા આપી પઠાણી ઉઘરાણી કરતો હોવાનો ખુલાસો થતા આઈજી પણ દંગ રહી ગયા હતા. આ વિશે વિગતે વાત કરીએ તો ભાવનગર પોલીસ દ્વારા લોકદરબારનુ આયોજન કરાયુ હતુ.

ભાવનગર પોલીસ દ્વારા લોકદરબારનુ આયોજન

અહી વ્યાજખોરોના દૂષણને અટકાવવા લોકસંવાદ થયો જ્યા રેન્જ IG અને જિલ્લા પોલીસવડાએ પણ હાજરી આપી હતી. આ દરમિયાન જ ઘટસ્ફોટ કરતા એક મહિલાએ રેન્જ IGને જણાવ્યુ કે પોલીસ કોન્સ્ટેબલ જ વ્યાજે રૂપિયા આપી પઠાણી ઉઘરાણી કરે છે. 10% વ્યાજે લીધેલા રૂપિયા માટે કોન્સ્ટેબલ અવારનવાર હેરાન કરે છે. આ સિવાય વાત કરીએ પાટણની તો અહી શહેર જિલ્લા પોલીસ દ્વારા લોક દરબાર કાર્યક્રમ થયો જેમાં રમેશભાઈ પ્રજાપતિ નામના દિવ્યાંગે પોલીસની કામગીરી પ્રત્યે નારજગી વ્યકત કરી હતી.

પ્રેમિકાનું ભૂત મને ખુબ જ ત્રાસ આપે છે, મને ડર લાગે છે સાહેબ….’ પ્રેમીની વાત સાંભળીને પોલીસ પણ થરથર ધ્રુજી ઉઠી

‘મંગળ’ રાશિમાં રાહુનું સંક્રમણ, આ રાશિના લોકોના જીવનમાં આવશે બેહિસાબ પૈસા, જાણો તમને શું અસર થશે

અ’વાદનો ઉદ્યોગપતિ ઉઘાડો પડ્યો! વીડિયો કોલ પર કપડાં ઉતરાવીને છોકરીએ લાખો નહીં આટલા કરોડ રૂપિયા ખંખેર્યા

દિવ્યાંગે પોલીસની કામગીરી પ્રત્યે નારજગી વ્યકત કરી

રમેશભાઈએ મહાનિરીક્ષક જે.આર. મોથલિયાને જણાવ્યું હતું કે, ‘મારા દીકરાએ પોલીસકર્મીના દીકરા પાસેથી 2 લાખ રૂપિયા 30 ટકા વ્યાજે લીધા હતા. 2 લાખની ઉઘરાણી કરવા પોલીસકર્મીનો હવે તેમના પુત્રને ત્રાસ આપી રહ્યા છે. મે આ મામલે પોલીસમાં ફરિયાદ કરી હતી પણ પોલીસકર્મીના દીકરાએ મારા હાથ અને પગ ભાંગી નાખ્યા અને કેસ પાછો ખેંચવા આરોપીના પિતા પણ મને ધમકીઓ આપે છે.

પોલીસકર્મીના દીકરાએ મારા હાથ અને પગ ભાંગી નાખ્યા

આ સિવાય તેમણે જણાવ્યુ કે ફરિયાદ પાછી ખેંચવા કહેવાય રહ્યુ છે. હું હેન્ડીકેફ્ટ છું હું આજે કંઈ કરી શકું તેમ નથી. મને મદદ કરવા વિનંતી.’ આ મામલે ભુજના રેન્જ IG જે.આર.મોથલિયાએ યોગ્ય કાર્યવાહી કરવાની વાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, આજના લોકદરબારમાં પોલીસકર્મીના દીકરાની વ્યાજખોરીની ઘટના સામે આવી છે. આ રજૂઆત પર અમે તપાસ કરી અને કાયદેસરની કાર્યવાહી કરીશુ.


Share this Article