જન્મને મરણ ક્યારે અને કઈ જગ્યાએ આવે તે કોઈ કહી શકતું નથી, ત્યારે નિત્યક્રમ મુજબ રોડની સાઈડ માં લકડા લેવા માટે જતા રુવાડાં ઉભા થઇ જાય તેવી ઘટના અમીરગઢ તાલુકામાં બનતા ચકચાર મચી ગઇ હતી. અમીરગઢ હાઇવે વિસ્તારમાં રોજ કેટલીક મહિલાઓ લકડા વીણવા જાય છે.
જે નિત્યક્રમ મુજબ શુક્રવારની બોપરના સુમારે અમીરગઢ ઉગમણાવાસમાં રહેતી કેટલીક મહિલાઓ લકડા લઈ રહી હતી.
તે સમય ફોરલેન હાઇવે પરથી કોલસી ભરીને જતું ટ્રક અચાનક રોડની સાઈડમાં ઉથલી પડતા એક વૃદ્ધ ટ્રક નીચે દબાઈ હોવાની વાત ચર્ચાસ્પદ બની ગઈ છે.
અમીરગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી એલ એન્ડ ટિમ તેમજ જેસીબીની મદદથી ટ્રકને હટાવી કોલસીનો ઢગ હટાવતા ચપાબેન ઠાકોરનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. અત્રે ઉલ્લેખનીય છેકે,આ ઓપરેશન અંદાજે બે કલાક ચાલ્યું હતું.