“વિસાવદરે તો AAPને વોટ આપ્યા હતા”.. ઇસુદાન ગઢવીએ વિસાવદરની જનતાની માગી માફી, કહ્યું હવે આવું નહીં થાય

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પોતાના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યા બાદ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને જણાવ્યું કે, વિસાવદરની જનતાની માફી માંગુ છું અને ખાતરી આપવા માંગીએ છીએ કે આવું ફરીથી નહીં થાય. વિસાવદરની જનતા લોકસભામાં પણ ભાજપની જાકારો આપે તેવી અપીલ કરું છું. હું ખાતરી સાથે કહું છું કે આમ આદમી પાર્ટીના ચાર ધારાસભ્યો આમ આદમી પાર્ટી સાથે જ છે.

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી અત્યંત ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું છે, પરંતુ હું કહેવા માંગીશ કે આમ આદમી પાર્ટીના તમામ ધારાસભ્યોએ પોતાના મતવિસ્તારમાં કોઈપણ ભ્રષ્ટાચાર વગર છેલ્લા એક વર્ષથી ઈમાનદારી પૂર્વક કામ કર્યું છે. અત્યાર સુધી રાજનીતિમાં એવું હતું કે, ભ્રષ્ટાચારીઓ અને બુટલેગરો રાજનીતિમાં આવીને વધુ રૂપિયા લૂંટતા હતા. એટલા માટે અરવિંદ કેજરીવાલજીની વિચારધારાને સમર્થન આપીને ગુજરાતના 41 લાખથી વધુ લોકોએ આમ આદમી પાર્ટીને વોટ આપ્યો હતો.

ઈસુદાન ગઢવીએ માગી માફી

ભાજપના 156 ધારાસભ્યો છે, તેમ છતાં પણ આખા ગુજરાતમાં નકલી સીરપ, નકલી ટોલનાકા, નકલી સરકારી કચેરીઓ જેવી વસ્તુઓ થઈ રહી છે. અને ભાજપ પાસે 156 ધારાસભ્ય હોવા છતાં પણ તેઓ વારંવાર અમારા ધારાસભ્યોને પોતાની પાર્ટીમાં બોલાવતા હતા. દર અઠવાડિયે એક ધારાસભ્યને આવી ઓફર થતી હતી. અને આજે વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું છે. આ માટે હું વિસાવદરની જનતાની માફી માગું છું.

ભાજપ “આપ”ના ધારાસભ્યોના સંપર્કમાં

ભાજપે અનેક વાર જાહેર મંચ ઉપરથી વિરોધી પાર્ટી કે પછી અપક્ષના ઉમેદવારોને ભાજપમાં જોડાવવાની ઓફરો આપી છે. ભાજપના નેતાઓને કામ કરવામાં રસ નથી. તેઓ બસ એક જ વાત ઈચ્છી રહ્યા છે કે વિપક્ષમાં કોઈપણ નેતા મજબૂત ન થાય. તે માટે તેઓ સતત અમારા ધારાસભ્યોને સંપર્ક કરતા હતા. તેઓ ઈચ્છતા હતા કે ત્રણ ધારાસભ્યો સાથે મળી જાય અને આમ આદમી પાર્ટી છોડે કારણકે જો ત્રણ સાથે આવી જાય તો તેમને રાજીનામા પણ ન આપવા પડે. આજે ભાજપ પાસે ખૂબ જ સત્તા છે, તેમ છતાં પણ તેઓ પાંચમાંથી ત્રણ ધારાસભ્યોને તોડી શક્યા નથી.

ભારપની આમ આદમી પાર્ટીને ખતમ કરવાની નીતિ

ચૈતરભાઈ વસાવાના પત્નીને છેલ્લા દોઢ મહિનાથી જેલમાં રાખ્યા છે અને ચૈતરભાઈને પણ ખોટા કેસ કરીને ખૂબ જ પરેશાન કરવામાં આવી રહ્યા છે. તેઓ ગમે તે રીતે આમ આદમી પાર્ટીને ખતમ કરવા માગે છે, કારણ કે તેમને ખ્યાલ છે કે 2027ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સરકાર બનાવશે. એટલા માટે તેઓએ સત્યેન્દ્ર જૈન, મનીષ સિસોદિયા અને સંજય સિંહ જેવા વરિષ્ઠ નેતાઓને જેલમાં નાખ્યા છે. તેઓ અરવિંદ કેજરીવાલજીને પણ જેલમાં નાખવાની કોશિશ કરી રહ્યા છે, કારણકે તેમને લાગે છે કે આમ કરવાથી આમ આદમી પાર્ટી ખતમ થઈ જશે.

હવે વિસાવદરની જનતાનું શું?

2024 પહેલા AAPનો મોટો ધડાકો, ચૈતર વસાવા ભરુચથી લડશે લોકસભા ચૂંટણી, મનસુખ વસાવા ટેન્શનમાં?

લોકસભાની સુરક્ષામાં મોટી ચૂક, ગેલેરીમાંથી 2 માણસો ઘૂસ્યા ગૃહમાં, અને પછી… સંસદસભ્યો

ભૂપત ભાયાણી APPને અલવિદા કહીને કરશે કેસરિયા! લોકસભા પહેલા ગુજરાતમાં મોટી હલચલનો તખ્તો ઘડાયો!!

આમ આદમી પાર્ટીને એક સાંધો તો તેર તૂટે તેવી સ્થિતિ સર્જાઈ છે. વિસાવદરના આપના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પક્ષમાંથી અને ધારાસભ્ય પદેથી રાજીનામું છે. વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરીએ રાજીનામું મંજૂર કર્યું હતું. હવે છ માસમાં વિસાવદરની વિધાનસભાની પેટા ચૂંટણી આવશે. તે સાથે જ વધુ એક ધારાસભ્ય રાજીનામું આપીને ભાજપમાં જોડાય તેવી અટકળો સામે આવી રહી છે.


Share this Article