અમદાવાદમાં AMTSના મુસાફરોને હવે મળશે ACનો લાભ, AMCએ 100 એસી AMTS બસો દોડાવવાનો લીધો નિર્ણય

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
AMTS bus news
Share this Article

Ahmedabad News: અમદાવાદમાં લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે લાઇફલાઇન ગણાતી અમદાવાદ મ્યુનિસપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે કે એએમટીએસ (AMTS) બસમાં મોટો ફેરાફાર કરવામાં આવ્યો છે. હવે એએમટીએસની બસોમાં એસીની સુવિધા શરૂ કરવામાં આવશે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર એએમસીએ નિર્ણય કર્યો છે કે નવા વર્ષથી એટલે કે આગામી જાન્યુઆરી 2024થી એએમટીએસના મુસાફરો માટે પણ એસી બસની સુવિધા શરૂ કરાશે.

એએમસી તરફથી એસી બસ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ અનુસાર પ્રથમ 25 બસ જાન્યુઆરીથી શરૂ કરવામાં આવશે. જ્યારે બાકીની બસો તબક્કાવાર માર્ચ મહિના સુધીમાં શરૂ કરાશે. હાલ તો AMCએ 100 એસી AMTS બસો દોડાવવાનો નિર્ણય છે. ત્યાર બાદ AMTS તરફથી પ્રાયોગિક ધોરણે 100 એસી બસ દોડાવશે. જેમાં જે-તે રૂટના પેસેન્જરની સંખ્યાને ધ્યાનમાં રાખી બસ દોડાવવામાં આવશે. એટલે કે હવે BRTSની જેમ AMTSના મુસાફરો પણ AC બસમાં મુસાફરી કરી શકશે.

GPSSBના નિયમોમાં મોટો ફેરફાર, તલાટીની પરીક્ષામાં હવે સ્નાતક ફરજીયાત

સ્વેટર સાથે રેઇનકોટ રાખજો તૈયાર… અંબાલાલ પટેલની કડકડતી ઠંડી પહેલા માવઠાની આગાહી

“રાજસ્થાનમાં વસુંધરા રાજે બનવા માંગે છે મુખ્યમંત્રી..” કે પછી હશે ભાજપનો નવો ચહેરો?

આ નિર્ણયથી અમદાવાદીઓની સુવિધામાં ઉમેરો થયો છે તથા બહારથી આવતા લોકો પણ આ સુવિધાથી ઉનાળામાં AMTSમાં થતી તકલીફોનો શિકાર નહીં બને.

 


Share this Article