નવસારી અકસ્માતમાં લોકોએ કહ્યું-પ્રમુખસ્વામીના આશીર્વાદથી અમે બચી ગયા હતા, PMએ કરી આટલા લાખની સહાય! ફોર્ચ્યુનરના ચીથડા ઉડી ગયા

Lok Patrika
Lok Patrika
3 Min Read
Share this Article

ગુજરાતના નવસારી જિલ્લાના નેશનલ હાઈવે પર શનિવારે સવારે એક મોટો અકસ્માત સર્જાયો હતો. નેશનલ હાઈવે પર શનિવારે સવારે ફોર્ચ્યુનર કાર અને લક્ઝરી બસ વચ્ચેની ભીષણ અથડામણમાં નવ લોકોના મોત થયા છે જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વલસાડથી ભરૂચ જતી ફોર્ચ્યુનરના ચાલકને ઝોકું આવી જતાં કાર ડિવાઈડર કૂદી ગઈ હતી અને અમદાવાદના પ્રમુખસ્વામીનગરમાંથી પરત ફરી રહેલી બસ સાથે જોરદાર અથડાઈ હતી, જેથી બસના ચાલકને હાર્ટ-એટેક આવી ગયો હતો. આ અકસ્માતમાં ફોર્ચ્યુનરમાં સવાર 9 પૈકી 8 લોકોનાં તેમજ બસમાં સવાર એક મુસાફરનું મોત થતાં કુલ 9 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે 30 જેટલા લોકોને ઈજા પહોંચી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યુ હતું. તેમજ આ ઘટનામાં મૃતકોને 2-2 લાખની સહાય આપવાની પણ જાહેરાત કરી છે. ઈજાગ્રસ્તોને 50-50 હજારની સહાયની જાહેરાત કરવામાં આવી છે. બસ ચાલકે પણ કહ્યું કે-પ્રમુખસ્વામી નગરમાંથી અમે દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. ત્યારે આ અકસ્માતની ઘટના બની હતી. પ્રમુખસ્વામીના આશીર્વાદથી અમે બચી ગયા હતા

ફોર્ચ્યુનર કાર અને લક્ઝરી બસ વચ્ચેની ભીષણ અથડામણ

મળતી માહિતી મુજબ લકઝરી બસ અમદાવાદથી વલસાડ જઈ રહી હતી. એવું કહેવાય છે કે બસ નેશનલ હાઈવે પર નવસારી જિલ્લાના વેસવાણ ગામ પાસે પહોંચી હતી ત્યારે સામેથી આવતી ફોર્ચ્યુનર કાર સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ફોર્ચ્યુનર કારના ફુરચા ઉડી ગયા હતા. ચીસો સાંભળીને સ્થળ પર પહોંચેલા લોકોએ પોલીસને જાણ કરી અને રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું.

ડૉક્ટરોએ નવ લોકોને મૃત જાહેર કર્યા

વાહનમાં ફસાયેલા લોકોને બહાર કાઢીને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડૉક્ટરોએ નવ લોકોને મૃત જાહેર કર્યા હતા. તમામ નવ મૃતકો ફોર્ચ્યુનરમાં મુસાફરી કરી રહ્યા હતા. કહેવાય છે કે ફોર્ચ્યુનર કાર ડિવાઈડર ઓળંગીને રોંગ સાઈડમાં આવીને સામેથી આવતી લક્ઝરી બસ સાથે અથડાઈ હતી.

લકઝરી બસ અમદાવાદથી વલસાડ જઈ રહી હતી

લકઝરી બસ અમદાવાદથી વલસાડ જઈ રહી હતી. ઘટના બાદ ઘટનાસ્થળે પહોંચેલા લોકોએ પોલીસની મદદથી બંને વાહનોમાંથી મુસાફરોને બહાર કાઢી તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. હોસ્પિટલમાં ડોકટરોએ ફોર્ચ્યુનરમાં સવાર નવ લોકોને મૃત જાહેર કર્યા હતા.

અકસ્માતમાં 32 લોકો ઘાયલ

આ અકસ્માતમાં 32 લોકો ઘાયલ પણ થયા છે. 32 ઇજાગ્રસ્તો પૈકી 17ની ગંભીર હાલતને જોતા તબીબોએ તેઓને સારી સારવાર માટે વલસાડ રીફર કર્યા હતા. એક ઘાયલને સુરત રીફર કરવામાં આવ્યો છે. અન્ય 14 ઘાયલોની સારવાર નવસારીમાં જ ચાલી રહી છે. અકસ્માતના કારણ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. એવું માનવામાં આવે છે કે ફોર્ચ્યુનર કારનો ચાલક સૂઈ ગયો હોવો જોઈએ અને તેથી જ ઝડપથી આવતી કાર વિરુદ્ધ દિશામાંથી આવતી બસ સાથે અથડાઈ હશે. પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરી છે.

*અકસ્માતમાં કુલ 9 લોકોએ જીવ ગુમાવ્યો મૃતકોના નામ:

મયુર વાવેયા

પ્રજ્ઞેશભાઈ વેકરીયા

ધર્મેશભાઈ શેલડીયા

જયદીપભાઇ પેથાણી

જયદીપભાઇ ગોધાણી

નવનીત ભાઈ ભડીયાદરા

નીતિનભાઈ પાટીલ કંપનીનો ડ્રાઇવર


Share this Article
TAGGED:
Leave a comment