Ahmedabad: સરખેજમાં કપિરાજે 25 લોકોને બચકા ભર્યા, વનવિભાગને જાણ હોવા છતાં પણ અજાણ

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Ahmedabad News: અમદાવાદમાં કપિરાજે આતંક મચાવ્યો છે. સરખેજ રોઝા, ચીકુની વાડી વિસ્તારમાં કપિરાજનો આતંક સામે આવ્યો છે. સરખેજ વિસ્તારમાં કપિરાજે અનેક લોકો પર હુમલો કર્યો હતો અને બચકા ભર્યા હતા. કપિરાજે સરખેજ વિસ્તારમાં 25 લોકો પર હુમલો કર્યો હતો.

25 લોકોને કપિરાજે બચકા ભરતાં ભારે ચકચાર સાથે લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ વનવિભાગને જાણ કરવા છતાં કાર્યવાહી નહીં કરવામાં આવી હોવાનો અને ફોરેસ્ટ વિભાગ સરખા જવાબ ન આપતા હોવાનો આક્ષેપ છે.

કપિરાજે સરખેજમાં 25 લોકો પર કર્યો હુમલો

શહેરમાં ફરી એકવાર કપિરાજનો આતંક સામે આવ્યો છે. સરખેજ વિસ્તારમાં કપિરાજનો આતંક જોવા મળી રહ્યો છે. સરખેજમાં કપિરાજે 25 જેટલા લોકોને બચકા ભર્યા છે. સરખેજ રોઝા, ચીકુની વાડી સહિતના વિસ્તારોમાં એક મહિનાથી કપિરાજનો આતંક જોવા મળી રહ્યો છે.

કપિરાજના આતંકના કારણે સ્થાનિકોને લાકડી લઈને પહેરો ભરવાનો વારો આવ્યો છે. સ્થાનિકોએ ફોરેસ્ટ વિભાગને ઘટનાની કરી જાણ કરી હતી. જ્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા ઉડાવ જવાબ આપવામાં આવ્યાના સ્થાનિકોનો આક્ષેપ છે. ‘તમે જ કપિરાજને પકડી લો, અમે લઈ જઈશું,’ તેવો જવાબ ફોરેસ્ટ વિભાગે આપ્યાનો સ્થાનિકોનો આક્ષેપ છે.

વનવિભાગને જાણ કરવા છતાં પણ અજાણ્યા બન્યા

રાહુલ ગાંધીએ પદ્મશ્રી એવોર્ડ પરત કરનાર પહેલવાન બજરંગ પુનિયા સાથે કરી મુલાકાત, પહેલવાનોની જાણી સમસ્યાઓ

એમનેમ ગાડી Gift City ન જવા દેતા.. જાણો ગીફ્ટ સીટીમાં કોણ દારૂ પી શકશે અને કોણ નહિ… સરકારે જાહેર કરી ગાઈડલાઈન

વાહ: ફૂફાડા મારતા કોરોનાને શાંત પાડવા અમદાવાદમાં તૈયારી શરૂ, રાજકોટ પણ સજ્જ, જાણો ગુજરાત સરકારની તૈયારી

સ્થાનિક લોકોનું કહેવું છે કે, કપિરાજના આતંકને લીધે બાળકો સ્કૂલ જઇ શકતા નથી. બહાર નીકળવું હોય તો સાથે લાકડી લઇને જવું પડે છે. વડીલો પણ એકલા ઘરની બહાર નીકળી શકતા નથી. સ્થાનિક મહિલાઓનું કહેવું છે કે, ઘરકામ કરતી વખતે સાથે લાકડી રાખવી પડે છે. અહીં રહેતા તમામ લોકોમાં ડર છે. ચાલતાં નીકળતા લોકોની પાછળ દોડે છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, આ સમગ્ર મામલે અનેક ફરિયાદો છતાં કોઇ પગલા લેવામાં આવી રહ્યા નથી.


Share this Article