અમદાવાદ શહેરના ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં આજે મોટી દુર્ઘટના સામે આવી છે. આહીના એસ્પાયર-2 નામની બાંધકામ સાઈટ પર 13મા માળેથી સ્લેબ તૂટી પડયા હતા જેના કારણે અહી કામ કરી રહેલા આઠ શ્રમિકો નીચે પટકાયા હોવાના સમાચાર મળી રહ્યા છે. આ બાદ સાત મજૂરોના મોતના સમાચાર સામે આવતા સમગ્ર વિસ્તારમા શોક છવાયો છે.
ફાયર વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ આ બિલ્ડીંગના 13મા માળે સ્લેબ પર બિલ્ડીંગમાં લિફ્ટ બનાવવાનુ કામ ચાલી રહ્યુ હતુ. આ દરમિયાન આઠ શ્રમિકો 13મા માળે માચડો ભારે વજન આવતા નીચે તુટી પડયો. કામ કરવા 8માં માળે મજૂરોએ નેટ પણ બાંધી હતી અને 2 શ્રમિકો ગ્રાઉન્ડ ફ્લોર પર પડ્યા જ્યારે અન્ય 6 શ્રમિકો બેઝમેન્ટમાં પડ્યા હતા.
મળતી માહિતી મુજબ આ બિલ્ડિંગમાં લગભગ 25 ટકાનું કામ થઈ ગયું છે. 13મા માળેથી માઇનસ-2 બેઝમેન્ટમાં 8 શ્રમિકો પટકાયા હતા એટલે કે 15 માળ અને 45 મીટર જેટલી ઉંચાઈ પરથી તેઓ નીચે પટકાયા હતા. મજૂરો જ્યા બેઝમેન્ટ પટકાયા ત્યા લોહીથી પાણીનો રંગ પણ લાલ થઈ ગયો છે. હવે સીડીની મદદથી મૃતદેહ બહાર કાઢવામાં અવ્યા છે.
આ શ્રમીકોમાથી એક પંકજ ખરાડી મૂળ રાજસ્થાનના બાસવાડા જિલ્લાનો રહેવાસી હતો જે અહી ઉમા માળની બાલકનીમાં પથ્થરનું ટાઇલ્સ લગાવવાનું કામ કરતો હતો. તેના 4 મહિના પહેલા જ લગ્ન થયા છે અને તે કામ કરવા માટે 4 દિવસ પહેલા જ સાઇટ પર આવ્યો હતો. આ ઘટનામાં તેને જમણા પગે ફેક્ચર અને માથાના ભાગે ઇજા થઈ છે.
માહિતી મુજબ અમદાવાદમા એસ્પાયર – 2 નામની બિલ્ડિંગમાં આ ઘટના સવારે 9:30 વાગ્યે બની હતી. હવે અહી પોલીસ પહોંચી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બીજી તરફ ફાયર બ્રિગેડ ઇન્ચાર્જ અધિકારી જયેશ ખડિયાનુ કહેવુ છે કે આ ઘટના અંગે અમને કોઈપણ પ્રકારની જાણ કરવામાં આવી નથી મીડિયા મારફતે અને મિત્રો દ્વારા મળી હતી,