અમદાવાદ શહેરના વાડજ વિસ્તારથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 35 વર્ષીય પરિણીતા શીલાબેન સિરપના બંધાણી થઈ ગયા છે. પતિ અને બે સંતાન સાથે તેઓ અમદાવાદમા રહે છે. તેમના વિશે વાત કરીએ તો શીલાબેનના પતિની આવક અંદાજે 35 હજારની હશે. જ્યારે શીલાબેનના પતિને આ વાતની ખબર પડી ત્યારે તેમના વચ્ચે ઝઘડા શરૂ થયા અને પતિ પત્નીની આ આદત છોડાવવા માટે દિલ્હી દરવાજા આવેલી માનસિક આરોગ્ય હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા.
આ બાદ ડો. રમાશંકર યાદવ સમક્ષ શીલાબેનને આખી હકિકત કહી. આ બાદ ડો. રામશંકર યાદવે જણાવ્યું કે ‘અમારી પાસે ઘણા દર્દીઓ આવતા હોય છે. તેમાં મોટા ભાગના દારૂ, ગાંજા, નિકોટીન ટોબેકો, એમ.ડી. ડ્રગ્સ, કફ સિરપ, વ્હાઇટનર, તાડી, ભાંગ અને ચરસના બંધાણીઓ પણ હોય છે. તેઓ જાહેરમાં આવતા ડરે છે. ઘણી વખત તેમની આવી આદતોને કારણે સામાજિક, પારિવારિક સંબંધો તૂટી જતા હોય છે. તેઓ વ્યસન વગર રહી શકતા નથી અને જો વ્યસન ન કરે તો હાથ-પગ તૂટે, ઝાડા, ઊલટી-ઊબકા, ગભરામણ, કમજોરી અનુભવે છે.
ડોકટરે કહ્યુ કે દવાઓ તેમજ દર્દી અને તેના પરિવારનું કન્સલ્ટિંગ કરીને આવા દર્દીઓને ચોક્કસપણે વ્યસન છોડાવી શકાય છે. અમારી પાસે આવતા દર્દીઓમાં 20થી 45 વર્ષની વય ધરાવતા લોકો હોય છે, જેમાં 20થી 30 વર્ષની વયના યંગ લોકો ગાંજા, ચરસ લ્તા હોય અને 30થી 45 વર્ષના કફ સિરપ, દારૂ અને સંગતને કારણે ડ્રગ્સ, હુક્કાં, ગાંજો. આ સિવાય યુવતીઓ પણ આવતી હોય છે.
શીલાબેનના કેસની વાત કરીએ તો તેમના કામદારે કહ્યુ કે કફ સિરપ લેવાથી કામ કરવામાં સ્ફૂર્તિ રહે છે અને 12થી 14 કલાક કામ કરી શકે છે. આ બાદ શીલાબેને પણ કફ સિરપ લેવાની શરૂ કરી અને રોજની બે બોટલ ગટગટાવા લાગ્યા. આવુ એક બે વર્ષ ચાલ્યુ. હવે ઘરમાંથી કોઇ પ્રેશર નહોતું, પરંતુ રેગ્યુલર બોટલ નહીં મળવાને કારણે તેઓ રહી શકતાં નહોતાં અને બોટલના વ્યસની બની ગયા હતા.
પોતાના વિશે વાત કરતા શિલાબેન કહે છે કે, ‘સાહેબ, મને કફની બીમારી હતી અને તે માટે હુ સિરપ લેતી. તેના લીધે શરીરમાં સ્ફૂર્તિ રહેતી. આ બાદ મે તેની માત્રા વધારી દીધી અને દિવસમાં 7થી 8 સિરપની બોટલો પીવાની આદત ધીમે ધીમે પડી ગઇ. જ્યારે પણ સિરપ ના પીવું તો મને શરીર દુખતુ હતુ. મે પતિ તરફથી ઘરખર્ચ માટે આપવામાં આવતી રકમમાંથી કટકી કરવાનુ ચાલુ કર્યુ.
આગળ વાત કરતા તેમણે જણાવ્યુ કે મારા પતિને ખબર ના પડી જાય એ માટે હુ બોટલોને અલગ અલગ ખૂણે છુપાવા લાગી, ક્યારેક ગાદલાં નીચે તો ક્યારેક લોટ અને ચોખાના ડબ્બામાં, કપડાંની વચ્ચે કબાટમાં.