કહેવાય છે કે જીવનમાં મિત્રો એવા રાખો કે જીવનમાં પોતાનું ખોટું થવા દે પણ મિત્રતા ખાતર તમારું ખોટું ન કરે. દરિયામાં અનેક મોતી હોય છે તેમાં સારો મોતી કયો તે ઓળખવું પડે તેમ જ અનેક મિત્રો જીવનમાં આવતા જતા હોય છે અને તેમાં તમારો હિતેચ્છુ મિત્ર કોણ તે જાણવું જરૂરી બને છે. નહિ તો આવા મિત્રો તમારું જીવન બરબાદ કરી દેતા હોય છે. એક સગીરાને એક યુવક સાથે પહેલા પ્રેમ થયો હતો.
જે બને વચ્ચેના સંબંધોમાં તેની બહેનપણીની એન્ટ્રી થઈ અને તેને પણ બંનેના પ્રેમ સંબંધની જાણ થઈ હતી. જેથી આ બહેનપણીએ સગીરા એવી ફ્રેન્ડને તેના કિસ કરતા ફોટો વાયરલ કરવાની ધમકી આપી બોયફ્રેન્ડ સાથે હોટલના રૂમમાં જવા દબાણ કર્યું હતું. આખરે સગીરાના પરિવારને આ અંગે જાણ થતા બળાત્કાર ગુજારનાર પ્રેમી અને એક યુવતી સામે ગુનો નોંધી પોલીસે તપાસ શરૂ કરી છે.
મૂળ સાબરકાંઠા જિલ્લાની અને અમદાવાદમાં રહેતી ૧૭ વર્ષની સગીરા અહીં અભ્યાસ કરે છે. તે વર્ષ ૨૦૧૯થી એક યુવક અને એક યુવતીના સંપર્કમાં હતી. આ ત્રણેય એકબીજાના મિત્રો હતા. મિત્રતા દરમિયાન સગીરાને યુવક સાથે પ્રેમ થયો હતો. જે ઘણા સમય સુધી પ્રેમ સંબંધ ચાલ્યો હતો. જે વાતની જાણ આ ગ્રુપની એક યુવતીને થઈ હતી. સગીરાની મિત્ર એવી આ યુવતીએ સગીરાના પ્રેમીને કિસ કરતા ફોટો તેની પાસે છે અને તે વાયરલ કરવાની ધમકી આપવાનું શરૂ કર્યું હતું.
યુવક સાથે સાણંદ એક જગ્યાએ જવા મજબુર કરી હતી. બાદમાં ત્યાં સાણંદ ખાતે લઈ જઈ યુવકે તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. આટલું નહિ યુવતીએ સગીરા પર બળાત્કાર ગુજારાવડાવી પૈસાની પણ માંગણી કરી હતી. એલ વાર નહિ પણ આવું ઘણી વાર યુવતીએ અને યુવકે ભેગા મળી કાવતરું રચ્યું હતું. ફરી એક બાર સગીરાને આજ રીતે બ્લેકમેલ કરી સાણંદ એક હોટલમાં પણ મોકલી હોવાનું સામે આવ્યું હતું. સગીરાના પરિવારજનોને જાણ થતા જ તેઓએ પોલીસને જાણ કરી હતી. સમગ્ર બાબતે નવરંગપુરા પોલીસે ગુનો નોંધી યુવક અને યુવતીની શોધખોળ હાથ ધરી છે.