સાબરકાંઠાના હિંમતનગરમાં આજે બુધવારે વહેલી સવારે એક મોટો અકસ્માત થયો હતો. શામળાજીથી અમદાવાદ જઈ રહેલી એક કાર ટ્રેલર પાછળ ઘૂસી જતાં ઘટના સ્થળે જ 7 વ્યક્તિઓના મૃત્યુ થયા છે, જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર છે. શામળાજીથી અમદાવાદ કારમાં જઈ રહેલા પરિવારને અકસ્માત નડ્યો છે. મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં કારમાં સવાર 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર કારમાં કુલ 8 લોકો હતા અને તેઓ શામળાજીથી અમદાવાદ જઈ રહ્યા હતા. ઘાયલ અને મૃતકોની ઓળખ કર્યા બાદ પોલીસે તેમના પરિવારજનોને જાણ કરી છે. આ સાથે મૃતકોના મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે જ્યારે અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ પહોંચી અને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કર્યા, જ્યાં તેની હાલત નાજુક હોવાનું કહેવાય છે. કાર ચાલકને ઊંઘ આવતી હોવાને કારણે આ અકસ્માત થયો હોવાની આશંકા છે. હાલ પોલીસ ઘટનાના કારણોની તપાસ કરી રહી છે.
જો તમારે 32 દાંત હોય તો રાજાની જેમ મળશે ત્રણેય લોકના સુખ! જાણો 28, 29 અને 30 વાળાનું શું થાય?
અકસ્માતમાં કારનો આગળનો ભાગ પાછળથી ટ્રકમાં ઘૂસી ગયો હતો. આથી પોલીસ અને ફાયર વિભાગના કર્મચારીઓએ ભારે જહેમતથી કાર કાપી લાશને બહાર કાઢી હતી. સાબરકાંઠાના એસપી વિજય પટેલના જણાવ્યા અનુસાર ઘટનાની માહિતી મળતા જ પોલીસ ટીમ ઘટનાસ્થળે રવાના થઈ હતી.