અમદાવાદના એક કોમ્પ્લેકસમાં ત્રીજા માળે લાગવાની ઘટના સામે આવતા અફરાતફરી મચી છે. મળતી માહિતી મુજબ શહેરના પરિમલ ગાર્ડન પાસે દેવ કોમ્પ્લેકસ આવેલુ છે.
અહી ત્રીજા માળે આવેલી એક કંપનીના સર્વર રૂમમાં અચાનક આગ ફાટી નીકળી છે. આગ લગવાની ઘટનાની જાણ થતા કોમ્પલેક્ષમાં આવેલી દુકાનો અને ઓફિસોમાં રહેલા લોકો ભાગી નીકળ્ય.
ઘટનાની જાણ થતા તરત જ ફાયર બ્રિગેડની 12 જેટલી ગાડીઓ આવી પહોચી છે. આ સિવાય 108 એમ્બ્યુલન્સ પર ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.આ જ કોમ્પલેક્ષમાં એક ચિલ્ડ્રન હોસ્પિટલ પણ આવેલી છે.
અહીથી 13 જેટલા નવજાત બાળકો તથા માતા સહીત 60થી વધુ લોકોનું રેસ્ક્યુ અત્યાર સુધીમા કરી લેવામા આવ્યુ છે. આગની ગંભીરતાને જોતા હાલ 500 મીટર સુધીનો રોડ પણ બંધ કરી દેવામાં આવ્યો છે.
પ્રત્યક્ષદર્શી મનીષભાઈ જણાવે છે કે આ પહેલા પણ 2019મા અહી આગ લાગી હતી. આજે આગ બીજા માળે લાગી હતી પણ ધુમાડો ચોથા માળેથી આવી રહ્યો હોવાથી અમે લોકો ધાબા પર જતા રહ્યા હતા.