ભાવિન પટેલ દ્વારા ( અમદાવાદ ) અમદાવાદમાથી AK 47 બનાવતો એક વ્યક્તિ પકડાયો છે જે બાદ સમગ્ર શહેરમા ખળભળાટ મચી ગયો છે. અમદાવાદમા તે યમનથી પોતાના પિતાની સારવાર માટે મેડિકલ વિઝા પર આવેલો હોવાનુ કહેવામા આવી રહ્યુ છે. AK 47 ગનના પાર્ટ બનાવતો હોવાની જાણ થતા જ ક્રાઈમ બ્રાંચની ટીમે તેને ઝડપી લીધો છે.
મળતી માહિતી મુજબ આ વ્યક્તિનુ નામ અબ્દુલ અજીજ અલઅઝ્ઝાની છે અને તે ગનના અલગ અલગ પાર્ટ બનાવીને વિદેશમાં મોકલતો હોવાની શકયતા છે. પિતા સાથે આવ્યા બાદ તેમની સારવાર પૂરી થતા પિતાના પાછા વતન મોકલી દીધા અને પોતે અમદાવાદના અલગ અલગ GIDCમાં AK 47 સહિત હાઈ રેન્જની રાયફલ બનાવવાનુ કામ કરવા લાગ્યો.
ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા મળતી માહિતી મુજબ 10 ફેબ્રુઆરીએ સાંજે નિકોલ રીંગરોડ પાસે હોટલ સ્કાય ઈન ટુ ના રૂમ નં 211માંથી રાયફલ બની રહી તેવી જાણકારી મળી હતી. આ બાદ તપાસમા પાર્ટસ બનાવવાના કોમ્પ્યુટરાઈઝ્ડ ગ્રાફિક્સ, એન્જિનિયરિંગ કંપનીના કેટલોગ પણ સામે આવ્યા. આ રાયફલના ખરીદ વેચાણ માટે તેનો મિત્ર મુનીર મહંમદ કાસીમ પણ તેની સાથે સંડોવાયેલો હોવાનુ સામે આવ્યુ છે.