અમદાવાદમા નવી પોલીસ કચેરિ બનવા જઈ રહી છે. ટેક્નોલોજી અને વર્લ્ડ ક્લાસ કંટ્રોલ રૂમ જેવી તમામ લેટેસ્ટ સુવિધાઓથી સજ્જ, વિશ્વસ્તરના આર્કિટેક્ટોની ટીમ દ્વારા ડિઝાઇન થયેલી આ કચેરીનુ આવનારા સમયમા નિર્માણ થશે. આ કચેરી અંદાજિત 100 કરોડના ખર્ચે બનવવામા આવશે. અતિઆધુનિક બિલ્ડિંગ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવ્યું છે જેમાં ટોપ ફ્લોર પોલીસ કમિશનર માટે રહેશે.
આ સિવાય એકસાથે 3 હજારથી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેની સુવિધા હશે. શકશે. મળતી માહિતી મુજબ આ નવી પોલીસ કચેરી અમદાવાદ શહેરના શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટરમાં આવેલા પરેડ ગ્રાઉન્ડમાં ઉભી કરવામા આવી રહી છે જે ત્રણ મહિનામાં કાર્યરત થઈ જશે. કચેરીમાં ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલો માળ સામાન્ય લોકોની કામગીરી જેમ કે પાસપોર્ટ મંજૂરી મેળવવા માટેની કચેરી જેવા કામો ત્યા થશે.
આ સાથે કચેરીમાં કુલ 5 કોન્ફરન્સ રૂમ, 5 ઓડિટોરિયમ, જેસીપી હેડક્વાર્ટરની કચેરી, એડીસીપી, ટ્રાફિક જેસીપી, સેક્ટર 1, 2ની કચેરીની નવી બનનારા બિલ્ડિંગમાં અલાયદી વ્યવસ્થા કરવામાં આવશે. શહેરનો સૌથી મોટો સેન્ટ્રલ કંટ્રોલ રૂમ, ટ્રાફિક કંટ્રોલ રૂમ તેમજ સુરક્ષા સેતુ અને ઇ-ગુજકોપ માટે પણ અહી વ્યવસ્થા કરવામા આવશે.
લેન્ડસ્કેપ ગાર્ડન, સિક્યોરિટી સિસ્ટમ, વધારાનો કંટ્રોલ રૂમ, સીસીટીવી દ્વારા તમામ હલચલ પર પન નજર રાખવામા આવશે. આ સાથે બિલ્ડિંગને ગ્રીન ગોલ્ડન રેટિંગ આપવામાં આવશે, જેમાં ટેરેસ ગાર્ડન હશે. ઓર્ગેઇન ગેસ ગ્લાસ, નેચરલ સ્ટોન, પાવર બેકઅપ, સોલર પેનલની પણ વ્યવસ્થા કરાશે.