અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક મહિલાએ તેના ભાઈના સાળા સામે પોલીસ ફરિયાદ કરી છે. આ વિશે વિગતે વાત કરીએ તો તેના ભાઈનો સાળો મહિલાને બીભત્સ મેસેજ કરતો હતો. મહિલાને ખોટા ધંધા કરી તેની બહેનની દીકરીના શરીરના અંગો બાબતે મેસેજો કરી હેરાન પરેશાન કરતો હોવાનુ મહિલાએ ફરિયાદમા જણાવ્યુ છે. 38 વર્ષીય મહિલાનો પતિ સોના ચાંદીના દાગીનાનો વેપાર કરે છે અને તેનો ભાઈ સુભાષ બ્રિજ ખાતે રહે છે.
આ યુવતીના ભાઈના લગ્ન વર્ષ 2016 માં મહારાષ્ટ્રની એક યુવતી સાથે થયા હતા. જો કે તેની ભાભી હાલ તેના પિયર છે. આ બાદ જુલાઈ માસમાં યુવતીની ભાભીનો ભાઈ અમદાવાદ આવ્યો અને તેના સાળાએ બોલાચાલી થઈ ગઈ જે બાદ આરોપી તેની બહેન અને ભાણીને લઈ ગયો. થોડા દિવસ પછી જ્યારે યુવતીના ભાઈના સાળાએ જે ઝઘડો થયો હતો તેની અદાવત રાખીને વોટ્ટસએપ મેસેજો કર્યા ત્યારે તેમા યુવતીની અન્ય બહેન કે જે મુંબઈ ખાતે રહે છે તેની દીકરીના શરીરના અંગ બાબતે બીભત્સ શબ્દોનો ઉલ્લેખ કર્યો.
આ બધી બાબતની જાણ મહિલાએ તેના ભાઈના સાળાની પત્નીને પણ કરી દીધી . જો કે આરોપી ચાલાક હતો તે મહિલાને તેના ભાઈ વચ્ચે સંબંધ હોવાના મેસેજ કરતો અને બીભત્સ ગાળો, માગણીઓનાના મેસેજ મહિલા મેસેજ વાંચે એટલે ડીલીટ કરી દેતો હતો. આ સાથે પતિ તેમજ છોકરાઓને ઉપાડી જવાના ધમકી આપી. આખરે કંટાળીને મહિલાએ પોલીસ મદદ લીધી. હવે પોલિસે આ મામલે તપાસ શરૂ કરી છે.