અમદાવાદમાં એક યુવક આડેધડ પ્રેમ કરવો મોંધો પડ્યો છે. યુવક સાથે મોટી છેતરપીંડી થઈ છે. આ વિશે વિગતે વાત કરીએ તો યુવકની મિલાકાત સ્પામાં એક યુવતી સાથે થઈ અને જે બાદ યુવતીએ તેને પ્રેમ જાળમા ફસાવ્યો. આ યુવક સાથે ડેટિંગ ચાલુ થઈ. જો કે યુવકે સ્પષ્ટ કરી દીધુ કે તે માત્ર ફ્રેન્ડશીપના રિલેશન રાખશે ત્યારે યુવતીએ તેની સાથે આર્થિક છેતરપીંડી કરી. માત્ર આટલુ જ નહી જ્યારે યુવકે યુવતી પાસે તેને આપેલા રૂપિયા પાછા માંગ્યા ત્યારે યુવતીએ તેના ઓળખીતાઓ સાથે મળીને યુવકને બોલાવી માર્યો હતો અને ધમકીઓ આપી.
મળતી માહિતી મુજબ આ યુવક રાણીપનો છે અને બગોદરા ખાતે સ્કૂલમાં ક્લાર્ક તરીકે નોકરી કરે છે. તે નવ મહિના પહેલા સીજી રોડ પાસે આવેલ સ્પામાં તે ગયો હતો જ્યા તેને આ યુવતી મળી હતી. ધીમેધીમે બન્નેની ફોન પર વાતચીત થઈ અને એક દિવસ પ્રહલાદનગર એક હોટલમાં ગયા. આ દરમિયાન યુવતીએ કહ્યુ કે ‘તું મારા સાથે લગ્ન કરી લે આપણે બંને સાથે રહીશું’. જો કે યુવકે તેને પ્રેમ ન હોવાનુ કહ્યુ હતુ.
આ બાદ બીજા દિવસે અખી નામની યુવતીએ હાથે બ્લેડ મારી લીધી અને તેના ફોટા યુવકને મોકલ્યા અને કહ્યુ કે ‘તું મારી સાથે લગ્ન કરી લે નહીંતર તને ફસાવી દઈશું.’ આ પછી પણ યુવતી સતત યુવક પાસે પૈસા માગતી રહી. હવે જ્યારે યુવકે પૈસા પરત માંગ્યા ત્યારે તેને માર મરાવ્યો.
આ બાદ યુવતી અને તેનો ઓળખીતા નિલેશે ફોન ઉપાડવાના બંધ કરી દીધા હતા. અખી નામની યુવતીના ઘરે આ યુવક પૈસા લેવા જાય તો વાયદો કરતી હતી. હવે આ મામલે યુવકે પોલીસની મદદ લીધી છે અને ફરિયાદ નોંધાવી છે. આ મામલે નરોડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.