રાજ્યના RTOમાં સર્વર ડાઉન થતાં 50 હજાર અરજદારને લાઈસન્સ માટે ધક્કો, ડ્રાઇવિંગ ટેસ્ટ બંધ રહેતા લોકાને કલાકો રાહ જોવી પડી

Desk Editor
By Desk Editor
Share this Article

Gujarat News: અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં સર્વર ડાઉન થતાં બપોર 3 વાગ્યા સુધી 37 આરટીઓ કચેરીમાં વાહનના લાઈસન્સની કામગીરી બંધ રહી હતી. જેને કારણે 50 હજાર લોકોને પરેશાની ભોગવી પડી હતી. બુધવાર સાંજથી જ સર્વર ખોટકાતું હતું. આ પછી ગુરુવાર સાંજથી જ ધાંધિયા શરુ થઇ ગયા હતાં. વાહનના ડ્રાઈ વીંગ ટેસ્ટ બંધ રહેતા લોકો કલાકો રાહ જોઇ પરત ચાલ્યા ગયા હતાં. બપોર પછી જૂના-નવા વાહનના ડોક્યુમેન્ટ અપલોડ નહીં થતાં વાહન ડિલરો અને માલિકોએ નારાજગી વ્યક્ત કરી હતી.

રાજ્યની 37 આરટીઓ અને એઆરટીઓ કચેરીમાં વાહનના પાકાં લાઈસન્સ માટે ડ્રાઇવીંગ ટેસ્ટ આપવા આરટીઓમાં આવેલા અરજદારોને કલાકો રાહ જોઈને પરત જવું પડ્યું હતું. અરજદારોને ફરી એપોઈન્ટમેન્ટ લેવાની જરૂર નહીં. આજના દિવસનો લેટર લઈને આવશે તો તેઓ સપ્તાહમાં ગમે ત્યારે ડ્રાઈવીંગ ટેસ્ટ આપી શકશે.

આ સિવાય પાકાં લાઇસન્સના રીન્યુ, ડુપ્લીકેટ, એડ્રેસ ચેન્જ અને એન્ડોસની કામગીરી પણ બંધ થઈ ગઈ હતી. ઓનલાઇન કામગીરી થઇ શકી નહતી. વાહનવ્યવહાર કમિશનર કચેરીના અધિકારીએ કહ્યું કે, ટેકનીકલ કારણસર સર્વર ઠપ થઇ ગયું હતું. બપોર પછી કામગીરી શરૂ થઇ હતી.

અરજી એપ્રૂવલ થઇ પણ ડેટા ન બદલાતા કામગીરી બંધ કરાઇ

‘ખેડૂતો અમારા અન્નદાતા છે’ એમ કહીને નાણામંત્રીએ કૃષિ ખજાનાની પેટી ખોલી, મત્સ્યોદ્યોગ અને ડેરી ક્ષેત્રને પ્રોત્સાહન આપવાની કરી વાત

બજેટ 2024 હાઇલાઇટ્સ: 1.4 કરોડ યુવાનોને સ્કિલ ઇન્ડિયાનો લાભ મળ્યો, 10 વર્ષમાં 390 યુનિવર્સિટીઓ ખોલવામાં આવી

RTOના સર્વરમાં પ્રથવાર ટેકનીકલ ક્ષતિ બહાર આવી હતી. જેમાં લાઇ સન્સ સબંધિત કરેલી અરજી ઇન્સ્પેકટર દ્વારા એપ્રુવલ કરાઇ હતી પણ ડેટા નહીં બદલાતા એટલે કે, જૂના ડેટા જ રહેતા અંતે કામગીરી બંધ કરાઇ હતી. જેના લીધે એપ્રુવલની કામગીરી થઇ શકી ન હતી.


Share this Article
TAGGED: