વર્ષ ૨૦૨૧ ગયું અને લોકો થર્ટી ફસ્ટની પાર્ટી કરવા માટે ગુજરતા બહાર દોડ મૂકી હતી. જાેકે, પડોશી રાજ્યોમાં દારૂની પાર્ટી કરીને ગુજરાતમાં પ્રવેશ કરતા અને પીધેલાઓ પોલીસને હાથે ઝડપાયા હતા. ત્યારે શનિવારે અમદાવાદનું બિલ્ડર દંપતી પણ વોલ્વો કારમાં નશાની હાલતમાં મળી આવ્યું હતું. પોલીસે બંનેને ડ્રીંક એન્ડ ડ્રાઈવ સહિતના બે ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથધરી હતી.
મળતી માહિતી પ્રમાણે અમદાવાદ શહેરના સેટેલાઈટ વિસ્તારમાં બિલ્ડર પ્રીયેશ રમણભાઈ પટેલ અને તેમની પત્ની કોમલ શામળાજી નજીક પોતાની વોલ્વો કાર લઈને પસાર થઈ રહ્યા હતા. ત્યારે પોલીસે તેમની કારને અટકાવી હતી. જ્યાં પોલીસને બંનેએ દારૂ પીધો હાવનું જણાવતા તેમની વધુ પૂછપરછ કરી હતી.

પોલીસે તેમની તપાસ કરતા તેઓ નશાની હાલતમાં હોવાનું જાણવા મળ્યું હતું. જેના પગલે પોલીસે બિલ્ડર પ્રીયેશ પટેલ અને તેમની પત્ની સામે ડ્રીંક એન્ડ ડ્રાઈવ સહિત બે ફરિયાદ દાખલ કરીને અટકાયતી પગલાં લીધા હતા. ઉલ્લેખનીય છે કે અરવલ્લીમાંથી થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં દારૂની મહેફિલ માણતા બે સરકારી બાબુ પણ ઝડપાયા હતા. પોલીસ દારૂની મહેફિલ માણતા માલપુર અને બાયડના નાયબ મામલતદાર જૈમિન પટેલ અને નિલેશ પટેલ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા. આ ઉપરાંત મહેફિલમાં અન્ય બે વ્યક્તીઓ પણ હાજર હતા.
પોલીસે ઓરડીમાં રહેલા તમામની પૂછપરછ કરતા આરોપીઓ તોતડાતી જીભે નામ બોલી રહ્યા હતા. જેથી તેમનું મોઢું સુંઘવા પર દારૂના નશામાં હોવાનું જણાયું હતું. પોલીસે બંને આરોપીઓને બાદમાં સીધી લીટીમાં ચાલવાનું કહેતા તેઓ લથડિયા ખાઈને ચાલી રહ્યા હતા. પોલીસે બંને સરકારી અધિકારી પાસે દારૂની પરમીટ માંગતા તેઓ પાસે પરમીટ ન હોવાનું જણાયું હતું. જેથી પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.