કોરોનાના વધતાં કેસને ધ્યાને લઈને હાલ જ સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવશે, ત્યારે હવે સરકાર દ્વારા આવો જ બીજો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રહેતાં અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર 8 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી યોજાનારો ફલાવર શો રદ કરવામાં આવ્યો છે. એકતરફ સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાયેલા ધર્માચાર્ય આશીર્વાદ સંમેલન યોજાયુ હતું જેમાં અમદાવાદ શહેર ભાજપ પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. ત્યારે હવે ફલાવર શોમાં પણ હજારોની ભીડ ભેગી થાય અને કોરોના સુપર સ્પ્રેડર બને તે પહેલાં ફલાવર શો રદ કરવામાં આવ્યો છે.
સમગ્ર વિશ્વની સાથે સાથે ગુજરાતમાં પણ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહયો છે, ઓમિક્રોન પણ દહેશત ફેલાવી રહ્યો છે ત્યારે આ બધા વચ્ચે 8 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી યોજાનારો ફલાવર શો રદ કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં કોરોના વિસ્ફોટ વચ્ચે 4 જાન્યુઆરીના રોજ સાબરમતી રિવરફ્રન્ટ પર સંત સંમેલન યોજાયું હતું. આ સંત સંમેલનમાં હાજર ભાજપ શહેર પ્રમુખ અમિત શાહ, શહેર મહામંત્રી ભૂષણ ભટ્ટ, ઉપ-પ્રમુખ દર્શક ઠાકર અને પરેશ લાખાણી સહિતના નેતાઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. ત્યારે હવે આ બધા વચ્ચે ફરીથી કોરોનાના કેસમાં વધારો થવાની ભીતી સાથે ફલાવર શો રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.