સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ લોયોલા હોલ ખેલ મહાકુંભ 2023-24 અંડર-14 ફૂટબોલ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન્સ બની 

Desk Editor
By Desk Editor
Share this Article

Ahmedabad: ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ 2023-24 આતંર શાળાકીય સ્પર્ધામાં નારણપૂરા વિસ્તારમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ લોયોલા હોલ પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓની ટીમ અંડર-14 ફૂટબોલ ખેલ મહાકુંભ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન્સ બની છે.

શહેરના પૂર્વ વિસ્તાર નિકોલ સ્પોર્ટસ કોમ્પલેક્સ ખાતે આ સ્પર્ધાનુ આયોજન હાથ ધરવામાં આવ્યું હતુ. જેમાં અમદાવાદ જિલ્લાની કુલ 35 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ લોયોલા હોલ પ્રાથમિક વિભાગની શાળાએ ફાઈનલ મેચમાં શાહીબાગની રચના સ્કૂલને 3 -1 ગોલથી હાર આપીને ટુર્નામેન્ટમાં ચેમ્પિયન્સ બની હતી.

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ તરફથી આ ફાઈનલ મેચમાં પ્રથમ ગોલ એરોન સુજીતે જ્યારે 2 ગોલ જલય ભટ્ટે નોંધાવ્યા હતા. આ ટુર્નામેન્ટમાં જલય ભટ્ટે કુલ સર્વાધિક 6 ગોલ કર્યા હતા. આ ઉપરાંત ટીમના કેપ્ટન કબિર વાધેલાએ પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ટીમને જીત અપાવવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી. સેન્ટ ઝેવિયર્સ સ્કૂલે ટીમના કોચ વિષ્ણુકુમાર સી ચૌહાણના કુશળ અને કાર્યક્ષમ માર્ગદર્શન- તાલીમ હેઠળ  અમદાવાદ જિલ્લાની મજબૂત મનાતી ફૂટબોલની ટીમોને હરાવીને ટુર્નામેન્ટમાં ચેમ્પિયન્સ બનવાનુ ગૌરવ હાંસલ કર્યું છે.

સેન્ટ ઝેવિયર્સ પ્રાઈમરી સ્કૂલની ટીમ

કબિર વાઘેલા (કેપ્ટન), જલય ભટ્ટ, અર્થ ભટ્ટ, તત્વ દિવ્યેશ્વર, એરોન સુજીત, વિનીત પટેલ, માનવદિપ સિંહ જાધવ, વિર કાપડીયા, શૌર્ય કાપડીયા, એરોન રોપશન, એરિક વસાવા,વીર રાઠોડ, રાજવીર સિંહ સિસોદીયા,અર્ણવ સોલંકી, નવ્ય પટેલ, શાશ્વત ડાભી

આયોજિત ખેલ મહાકુંભમાં આ સ્કૂલોએ ભાગ લીધો 

આર અશ્વિને અનિલ કુંબલેનો રેકોર્ડ તોડ્યો, ટેસ્ટમાં સૌથી ઝડપી 500 વિકેટ લીધી, ભારત માટે બનાવ્યો રેકોર્ડ

સુરત શહેર પોલીસે નાગરિકોને સાયબર ક્રાઈમ, સાઈબર ફ્રોડથી બચાવવા દેશનું સૌપ્રથમ આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ આધારિત ‘ચેટબોટ’ બનાવ્યું

1 કેન્દ્રીય વિદ્યાલય- શાહિબાગ 1-0 કબિર વાઘેલાએ એક ગોલ કર્યો

2 અમદાવાદ ઈન્ટરનેશનલ સ્કૂલ 1-1 જલય ભટ્ટે એક ગોલ કર્યો, પેનલ્ટી શૂટ આઉટમા વિજેતા બની

3 ક્વાર્ટર ફાઈનલ : લક્ષ્ય ઈન્ટરનેશનલ સ્કૂલ, સિંધુ ભવન રોડ- 5-0 , 3 ગોલ જલય, 1 ગોલ માનવદિપ, 1 ગોલ અર્થે કર્યો

4  સેમી ફાઈનલ : આર્મી પબ્લિક સ્કૂલ – 1-0 , 1 ગોલ અર્થે કર્યો

5  ફાઈનલ : રચના સ્કૂલ શાહિબાગ 3-1, 1 ગોલ એરોન, 2 ગોલ જલય


Share this Article