આજે અમદાવાદ મ્યુનિસિલ કોર્પોરેશનનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યુ છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર લોચન શહેરા વર્ષ ૨૦૨૨-૨૩ માટેનું ડ્રાફ્ટ બજેટ આજે રજૂ કરાયુ છે. ૮૧૧૧ કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયુ છે. ગત વર્ષે ૭૪૭૫ કરોડનુ બજેટ હતું. ૬૩૬ કરોડના વધારાવાળુ આ બજેટ છે. જેમાં રેવન્યુ ખર્ચ ૪૨૪૦ કરોડ, કેપિટલ ખર્ચ ૩૮૭૧ કરોડ સાથે કુલ ૮૧૧૧ કરોડનું બજેટ રજૂ કરાયુ છે.
આ વર્ષના અમદાવાદના ડ્રાફ્ટ બજેટમા ચૂંટણીની અસર જાેવા મળી છે. અમદાવાદના નાગરિકો પર કોઇ વધારા ઝીંકાયા નથી. સામાન્ય વેરામાં કોઇ વધારો કરયો નથી. વોટર અને કન્ઝરવેશી ટેક્સમાં કોઇ વધારો નથી કરાયો. તો વાહન વેરો પણ વધારો નથી.
વર્ષ ૨૦૨૨-૨૩ મા કોને શું ફાળવાયુઃ
• બજેટમાં ટ્રાફિકના નિવારણ માટે ૬ કરોડ
• અર્બન ટ્રાન્સપોર્ટ માટે ૪૯૦ કરોડ
• બીઆરટીએસ માટે ૧૦૦ અને એએમટીએસ માટે ૩૯૦ કરોડ
• ૧૦૦ ઇલેક્ટ્રીક બસ ખરીદવાનું આયોજન
• સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે ૨૯૭.૫૫ કરોડની ફાળવણી
• મહિલાઓ માટે ૨૧ પીંક ટોયલેટ ઉભા કરાશે
• ૮.૪૦ કરોડના ખર્ચે બનશે ટોઇલેટ
• ફ્લડ મોનિટીરીંગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે ૧૦૦ કરોડની જાેગવાઇ, જેમાંથી ફાયર સ્ટેશન તથા સ્ટાફ ક્વાટર્સ માટે ૬૦ કરોડ
• ૩ નવા ફાયર સ્ટેશન બનશે. ૧૭ કરોડના ખર્ચે એક સ્ટેશન બનશે
• પાંચકુવા ફાયર સ્ટેશનનું રીટ્રોફીકેશન કરાશે
• ઓઢવ ફાયર સ્ટેશનનું નવિનિકરણ થશે
• નવા ૧૦ અર્બન હેલ્થ સેન્ટર બનાવવા ૪૦ કરોડની જાેગવાઈ
• ૨૦ કરોડના ખર્ચે નવા સીએચસી ૨ બનાવશે
• ૩ નવી ફાયર ચોંકી બનાવાશે, અઢી કરોડના ખર્ચે એક ચોંકી બનશે
• જાહેર મકાન માટે ૩૪૧ કરોડ ફાળવાયા
• ગોતા ચાંદલોડીયામાં કોમ્યુનિટી હોલ બનશે
• હાઊસીંગ મટે ૯૫૦૪૩ મકાનો બનવાનું આયોજન