SVP હોસ્પિટલની કેન્ટીનમાંથી દર્દીએ મંગાવેલા સૂપમાંથી નીકળી જીવાત, ફરિયાદ કરાતાં સંચાલકોએ આપ્યો ગોળગોળ જવાબ

Desk Editor
By Desk Editor
Share this Article

Ahmedabad News: AMC સંચાલિત SVP હોસ્પિટલ કેન્ટીનમાંથી દર્દી માટે મંગાવેલા સૂપમાંથી જીવાત નીકળી હતી. આ સમગ્ર મામલો દર્દીના પરિવારજનો દ્વારા વીડિયો વાઈરલ કરવાને પગલે વિવાદ સર્જાયો છે. SVP હોસ્પિટલના CEOએ જણાવ્યું હતું કે જીવાત નીકળી હોવા અંગેની એક ફરિયાદ મળી હતી. આ મામલે એપોલો સિંદૂરી હોસ્પિટાલિટી મેનેજમેન્ટ કંપનીને નોટિસ આપીને ત્રણ દિવસમાં ખુલાસો માંગવામાં આવ્યો છે.

SVP હોસ્પિટલમાં એપોલો સિંદુરી હોસ્પિટાલીટી મેનેજમેન્ટ એજેન્સીને કેન્ટીનમાં કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો તેમના દ્વારા વેજિટેબલ સૂપ આપવામાં આવે છે. રવિવારે જ્યારે એક વૃદ્ધ દર્દી માટે તેમના પુત્ર દ્વારા વેજિટેબલ સૂપ ઓર્ડર કરવામાં આવ્યું ત્યારે તે સૂપ માં જીવાત નીકળી હતી.

આ સમગ્ર મામલે તેમણે કેન્ટીનમાં ફરિયાદ કરવામાં આવી હતી. પરંતુ ત્યાંના સંચાલકો દ્વારા ગોળગોળ જવાબ આપવામાં આવ્યો હતો. બાદમાં અન્ય એક ઓર્ડર કરતા તેમાં ફક્ત પાણી જેવુ આપવામાં આવ્યું હોવાથી દર્દીના પરિવારજનો રોષે ભરાયાં છે.

ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે ખુશખબર! યુનિ. દ્વારા નવી કોલેજો શરૂ કરવા અરજીઓ મંગાવવા નિર્ણય

અમદાવાદમાં પાન-મસાલા ખાઈને થૂંકનારા 198ને રૂ.20,150નો દંડ ફટકારાયો, પિચકારી મારનારને CCTVના આધારે મોકલાશે ઇ-મેમો

સૌરવ ગાંગુલીના નિવેદનથી થયો હંગામો, કોચ રાહુલ દ્રવિડે આપી તીખી પ્રતિક્રિયા, સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ

SVP હોસ્પિટલ દ્વારા મામલે પાંગળો બચાવ કરવાનો પ્રયાસ કરીને જણાવાયું છે કે, દર્દીને બીજીવાર સૂપ આપવામાં આવ્યો હતો તે વેજિટેબલ ક્લિયર સુપ હતો એટલે કે બાફેલા શાકભાજીનું પાણી હતું. આ પાણીને ગાળીને આપવામાં આવેલું હતું. દર્દીને પાણીવાળો સુપ આપવામાં આવ્યો હોય તેવું લાગ્યું હતું. દર્દીઓ સાથે રહેવા માટે બે પાસ ઇસ્યુ કરવા જોઈએ, તેવી દર્દીના સગાંઓએ માગણી કરી છે.


Share this Article
TAGGED: