અમદાવાદીઓ વેરો ભરી દેજો! પ્રોફેશનલ ટેક્સ નહીં ભરનારા 400થી વધુને નોટિસ, 3 દિવસમાં રૂ. 50 લાખનો વેરો કરાયો વસૂલ

Desk Editor
By Desk Editor
Share this Article

Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા વ્યવસાયવેરો વસૂલ કરવા માટે ઝૂંબેશ હાથ ધરવામાં આવી રહી છે. છેલ્લા 3 દિવસમાં 400થી વધુ નોટિસ ફટકારીને રૂ.50 લાખની વસુલાત કરવામાં આવી છે. શહેરમાં સ્કૂલો, હોટલો, હોસ્પિટલો જેવા વિવિધ પ્રકારનાં સંખ્યાબંધ વ્યવસાયીઓ પ્રોફેશનલ ટેક્સ ભરતા જ ન હોવાની બાબત મ્યુનિસિપલ સત્તાવાળઓના આવતાં વ્યવસાયવેરો વસૂલવા સઘન ઝૂંબેશ હાથ ધરાઈ છે.

અમદાવાદ મ્યુનિસિપલ ટેક્સ વિભાગ દ્વારા ઝોન દીઠ ચાર ટીમ લેખે 28 ટીમોની રચના કરી વાહનોનાં ડિલરો, પેટ્રોલપંપ, હોટલ-રેસ્ટોરન્ટ, હોસ્પિટલ, સ્કૂલ-કોલેજ, મોલ-મલ્ટીપ્લેક્સ અને નાનામોટા ઔદ્યોગિક એકમોમાં ચેકિંગ કરવાનુ શરૂ કરાયુ છે. તપાસ દરમિયાન જે એકમે વ્યવસાયવેરો જ ન ભર્યો હોય અથવા તો અપૂરતો ભર્યો હોય તેમને નોટિસ આપી સ્થળ ઉપર જ વસુલાત કરવામાં આવી રહ્યું છે.

આગામી દિવસોમાં વ્યવસાયવેરા વસુલાતની ઝુંબેશ વધુ સઘન બનાવવામાં આવશે. શહેરનાં વિવિધ વિસ્તારોમાં ઓફિસો કે અન્ય એકમોમાં પાંચથી વધુ કર્મચારી હોવા છતાં વેપારીઓ વ્યવસાયવેરો ભરતા જ નહોતા. ઉત્તર પશ્ચિમ ઝોનનાં આલ્ફા વન મોલ, એક્રોપોલીસ મોલ, ટીઆરપી મોલ, કલાસાગર મોલ વગેરેમાં શો-રૂમ ધરાવનારાઓને ત્યાં ચેકિંગ કરવામાં આવ્યુ હતું.

Breaking News: સુરતથી અયોધ્યા જતી ટ્રેન પર પથ્થરમારો, મોડી રાત્રે અસામાજિક તત્વોએ નંદુરબાર નજીક કર્યો પથ્થરમારો

ખેડૂતોનું કોણ…? કૃષિ કાયદો પાછો ખેંચી લેવામાં આવ્યો, પરંતુ હવે ખેડૂતો કેમ કરી રહ્યા છે વિરોધ, માંગણીઓ શું છે?

ગેરસમજ દૂર કરો, ગુસ્સા પર કાબુ રાખો, કામમાં અટવાયેલા પૈસા મળવાની આશા રાખો, વાંચો તમામ 12 રાશિઓની કુંડળી

તદઉપરાંત એસ.જી.હાઈવે આસપાસ અને નવા રીંગરોડ ઉપરની હોટલો-રેસ્ટોરન્ટમાં પણ ચેકિંગ કરવામાં આવ્યુ હતું. ઉત્તર પશ્ચિમ ઝોનમાં આવેલી સ્કૂલોમાં તથા હોસ્પિટલોમાં ચેકિંગ કરીને નોટિસ આપી વ્યવસાયવેરો ભરાવવામાં આવ્યો હતો.


Share this Article