Breaking News: સુરતથી અયોધ્યા જતી ટ્રેન પર પથ્થરમારો, મોડી રાત્રે અસામાજિક તત્વોએ નંદુરબાર નજીક કર્યો પથ્થરમારો

Desk Editor
By Desk Editor
Share this Article

Surat News: કેન્દ્રીય રેલવે વિભાગે દેશના વિવિધ જગ્યાએથી સીધા અયોધ્યા જવા માટે વિશેષ ટ્રેનની વ્યવસ્થા કરી છે, તેવામાં સુરતથી અયોધ્યા જતી ટ્રેન પર કેટલાક અસામાજીક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. નંદુરબાર નજીક ટ્રેન પહોંચતા કેટલાક અસામાજીક તત્વોએ સતત પથ્થરમારો કર્યો હતો. આ ઘટના જોઈને મુસાફરોમાં ભય વ્યાપી જવા પામ્યો હતો. આ સમગ્ર બાબતે નંદુરબાર રેલવે પોલીસે તપાસ શરૂ કરી છે.

તમને જણાવી દઈએ કે સુરતથી અયોધ્યા જવા માટે આસ્થા ટ્રેન શરૂ કરવામાં આવી છે. કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ આ ટ્રેનને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ ટ્રેન ગત રોજ સાંજે 8 વાગ્યે સુરત રેલવે સ્ટેશનથી નીકળી હતી. જેના થોડા સમય બાદ તે નંદુરબાર નજીકથી રાત્રે 10.45 કલાકે પસાર થઈ હતી

અચાનક ટ્રેન પર સતત પથ્થરમારો થતા મુસાફરોમાં ભય વ્યાપી જવા પામ્યો હતો. કેટલાક યાત્રીઓએ પથ્થરોથી બચવા માટે બારીના કાચ પણ બંધ કરી દીધા હતા. તો કેટલાક પથ્થરો બારીના કાચ તોડી ટ્રેનની અંદર આવી ગયા હતા. સદનસીબે કોઈ મુસાફરને ઈજા થવા પામી ન હતી.

આ સમગ્ર ઘટના બાબતે રેલવે પોલીસના એપીઆઈ રમેશ વાવરેએ જણાવ્યું હતું કે, ટ્રેનમાં બેઠેક એક મુસાફરે ફોન પર જણાવ્યું હતું કે, અમે ટ્રેનમાં બેઠા હતા ત્યારે અચાનક જ ટ્રેન પર પથ્થરો અથડાવવાનો જોર જોરથી અવાજ આવવા લાગ્યો હતો.

ખેડૂતોનું કોણ…? કૃષિ કાયદો પાછો ખેંચી લેવામાં આવ્યો, પરંતુ હવે ખેડૂતો કેમ કરી રહ્યા છે વિરોધ, માંગણીઓ શું છે?

ગેરસમજ દૂર કરો, ગુસ્સા પર કાબુ રાખો, કામમાં અટવાયેલા પૈસા મળવાની આશા રાખો, વાંચો તમામ 12 રાશિઓની કુંડળી

ન તો મોંઘી કાર, ન મોટું ઘર… શાહરૂખ ખાને વેલેન્ટાઈન ડે પર ખાસ ગિફ્ટ આપીને ગૌરીને પોતાનો પ્રેમ કર્યો વ્યક્ત

સંયુક્ત કિસાન મોરચા (બિન-રાજકીય) અને કિસાન મઝદૂર મોરચા પંજાબ-હરિયાણામાં વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરી રહ્યા છે. આ બંને સંગઠનો સાથે 200થી વધુ ખેડૂત સંગઠનો જોડાયેલા છે. ખેડૂતોના આંદોલનમાં રાજકીય પક્ષો પણ ઝંપલાવતા જોવા મળી રહ્યા છે.

અંધારૂ હોવાથી પથ્થર કોણ મારી રહ્યું હતું તે કંઈ દેખાયું ન હતું. અને સિગ્નલ ન હોવાના કારણે ટ્રેન ધીમી પડી હતી. આ બાબતે મુસાફરોએ ફરિયાદ કરતા નંદુરબાર રેલવે સ્ટેશન પર ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા. અને ઘટનાની ગંભીરતા જોતા તપાસ શરૂ કરી દીધી હતી.


Share this Article