ચૂટણી પહેલા ભાજપે એક મોટી જાહેરાત કરી દીધી છે જે અંગેસુધી બધા ઉત્સૂક હતા. આ જાહેરાત ખૂદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરી છે. અમિત શાહે ગુજરાતના સીએમના નામની જાહેરાત અમદાવાદમાં એક ચેનલ સાથેની વાતચીત દરમિયાન કરી છે. શાહે આ વિશે વાત કરતા કહ્યું કે જો વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ જીતશે તો ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ જ રહેશે. એટલે કે જુના મુખ્યમંત્રીને જ યથાવત રાખશે.
આ અગાઉ પણ એકવખત અમિત શાહ એક ખાનગી કાર્યક્રમમાં ભૂપેન્દ્ર પટેલ જ આગામી સીએમ રહેશે તે વાત કહી ચૂક્યા છે અને ત્યારબાદ અમિત શાહના આ નિવેદન બાદ ભાજપ તરફથી મુખ્યમંત્રી પદનો ચહેરો સ્પષ્ટ થઈ ગયો છે. ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયાથી છે, આ બેઠક અંગે વાત કરીએ તો વિધાનસભાને લઈને આ બેઠક ખુબ જ મહત્વ ધરાવે છે કારણ કે આ મતવિસ્તારથી બે મુખ્યમંત્રીઑ રાજ્યના મળ્યા છે, એક આનંદીબેન પટેલ અને બીજા ભુપેન્દ્ર પટેલ.
આ અગાઉ 2012મા આનંદીબેન પટેલે અહીથી ચુંટણી લડીને કોંગ્રેસના ઉમેદવાર રમેશભાઈ પટેલને એક લાખથી વધુ મતો મહાત આપી હતી. ત્યારબાદ હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અહીથી ચૂટણી લડવા જઈ રહ્યા છે.