ગુજરાતમા કોરોનાના કહેર વચ્ચે વાયરલ ઈન્ફેક્શનના વાયરાએ ફરી માથુ ઉંચક્યુ છે. અમદાવાદ સહિત ગુજરાતના અનેક શહેરોમાં કોરોનાના હજારો કેસોની વચ્ચે ઘરે ઘરે વાયરલ લક્ષણના કેસો વધ્યા છે. દર્દીઓ વાયરલના લક્ષણો સાથે સારવાર માટે હોસ્પિટલોમાં આવી રહ્યા છે. લોકોમાં શરદી, ઉધરસ, ગાળામાં દુખાવો, માથામાં દુખાવો, શરીરમાં દુઃખવો, સામાન્ય તાવ આવવાની ફરિયાદ વધી છે. વાયરલના લક્ષણો જેવા જ કોરોનામાં પણ લક્ષણો હોવાથી કોરોના ટેસ્ટિંગ ડોમ પર પણ લાઈનો લાગી રહી છે. કોરોના જેવા લક્ષણો હોવા છતાં અનેકના કોરોના રિપોર્ટ નેગેટિવ આવે છે.
વાયરલના કેસો વધવા અંગે જાણીતા સિનિયર ફિઝિશિયન ડોક્ટર પ્રવીણ ગર્ગએ કહ્યું કે, શરદી, ઉધરસ, ગાળામાં દુખાવો, માથામાં દુખાવો, શરીરમાં દુઃખવો, સામાન્ય તાવ આવે એટલે સૌએ તજજ્ઞ તબીબની સલાહ લેવી જાેઈએ. અત્યારે જે રીતે કોરોનાના કેસો વધ્યા છે એ જાેતાં વાયરલના લક્ષણો હોય એટલે કોરોના હોવાની શક્યતા વધી જાય છે. આવા કિસ્સામાં અમે દર્દીઓને કોરોનાનો ટેસ્ટ કરાવવાની સલાહ આપીએ છીએ. જેથી કોરોનાં હોય તો એવી વ્યક્તિ આઇસોલેટ થઈ શકે અને કોરોનાનું ટ્રાન્સમિશન અટકાવી શકાય.
શિયાળાની સીઝનમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાના જેવા મચ્છરજન્ય રોગના કેસો નહિવત થઈ જતા હોય છે, જાે કે હાલ તો કોરોનાના હજારો કેસો સામે આવા કેસોની ગણતરી કરવી જ મુશ્કેલ છે. જાે કે કોઈપણ વ્યક્તિને ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાનાના લક્ષણો હોય તો તજજ્ઞ તબીબનો સંપર્ક કરી, યોગ્ય સલાહ લઈ, ઈલાજ કરાવવો જાેઈએ. ઓમિક્રોન તથા કોરોના કેસની સાથે હવે અન્ય રોગો પણ માથુ ઉંચકી રહ્યા છે. ઓમિક્રોન તથા કોરોના કેસની સાથે હવે અન્ય રોગો પણ માથુ ઉંચકી રહ્યા છે. મેલેરીયા, ચિકન ગુનિયા, શરદી, તાવ, ડેંગુના કેસો રોજના અનેક કેસ સામે આવી રહ્યાં છે. સૌથી વધુ ચીકન ગુનિયા શરદી તાવના કેસ સામે આવી રહ્યા છે. લોકો પણ અન્ય રોગોના કારણે કોરોના ટેસ્ટિંગ કરાવી રહ્યાં છે.