અમદાવાદની વેપારી આલમમાં ખળભળાટ મચાવી દેતી એક ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર દેશભરમાં સૌથી વધુ વેચાતી તમામ આઈસ્ક્રીમ બ્રાન્ડ મૂળ અમદાવાદ કે ગુજરાતની જ છે ત્યારે જ અમદાવાદની જાણીતી આઈસ્ક્રીમ બ્રાન્ડ પરિવારના પુત્રએ એક મહિલા સાથે મિત્રતા કેળવી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. તેમજ અંગત પળોના વિડીયો ઉતારી લઈ મહિલાને લાંબા સમય સુધી બ્લેકમેઈન કરી તેની પર બળાત્કાર ગુજાર્યો હોવાની મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા વદુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઘટનાની જાણવા મળતી વિગતો એવી છે કે, અમદાવાદ શહેરની જાણીતી આઈસ્ક્રીમ અને કુલ્ફી બ્રાન્ડના પ્રતિષ્ઠિત પરિવારનો પુત્ર ચારેક વર્ષ પહેલા એક કોમના ફ્રેન્ડના માધ્યમથી શહેરના પોશ વિસ્તારમાં રહેતી મહિલાના સંપર્કમાં આવ્યો હતો. મિત્રતા વધતા મહિલાને લગ્ન કરવાની લાલચ આપી વેપારીને પુત્રે તેની સાથે વારંવાર સંબંધ બાંધ્યા હતા. એટલું જ નહીં, મહિલાની જાણ બહાર વેપારીના પુત્રે તેના અંગતપળોના વિડીયો પણ ઉતારી લીધા હતા.
દરમિયાન મહિલાએ જ્યારે લગ્નની વાત કરી ત્યારે વેપારીના પુત્રએ લગ્ન કરવાનો ઈન્કાર કરતા મહિલાએ હવે સંબંધો પૂરા કરી દેવાની વાત કરી હતી. પરંતુ આઈસ્ક્રીમ વેપારીના પુત્રએ મહિલાના અંગત ફોટો-વિડીયો બતાવી તેને બ્લેકમેઈલ કરવાનું શરું કર્યું હતું અને લગભગ ત્રણેક વર્ષ સુધી તેનું શારીરિક શોષણ કરીને તેની પર બળાત્કાર ગુજાર્યો હોવાનો મહિલા મહિલા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે ફરિયાદ નોંધીને વેપારીના પુત્રની શોધખોળ હાથ ધરી છે.