વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાનું આખું સરવૈયું, કુલ 788 ઉમેદવારો મેદાને, 70 મહિલાઓ, 339 અપક્ષમાંથી…. જાણો બધી જ માહિતી

Lok Patrika
Lok Patrika
1 Min Read
Share this Article

ગુજરાતમાં 1 ડિસેમ્બરે 89 વિધાનસભા બેઠકો પર યોજાનારી ચૂંટણી માટે કુલ 788 ઉમેદવારો મેદાનમાં છે. ઉમેદવારી પત્રોની ચકાસણી અને પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પ્રથમ તબક્કામાં 70 મહિલાઓ સહિત કુલ 788 ઉમેદવારો ચૂંટણી લડશે. ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીના કાર્યાલય દ્વારા જારી કરાયેલા એક પ્રકાશન મુજબ, આ 788 ઉમેદવારોમાંથી, 329 ઉમેદવારો વિવિધ પક્ષોના છે, જ્યારે 339 અપક્ષ ઉમેદવારો છે.

સત્તાધારી ભાજપ અને મુખ્ય વિપક્ષ કોંગ્રેસે તમામ 89 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે, જ્યારે આમ આદમી પાર્ટી (AAP) એ 88, BSPએ 57 અને ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદ-ઉલ-મુસ્લિમીન (AIMIM)એ 6 ઉમેદવારો ઉભા રાખ્યા છે. આ 89 બેઠકો માટે કુલ 1,365 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા. 15 નવેમ્બરે ઉમેદવારી પત્રોની ચકાસણી બાદ તેમની સંખ્યા ઘટીને 999 થઈ ગઈ હતી. ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ 17 નવેમ્બરના રોજ તે ઘટીને 788 પર આવી.

ચૂંટણી પંચને 93 બેઠકો માટે 1,515 ઉમેદવારી પત્રો પ્રાપ્ત થયા છે જે 5 ડિસેમ્બરે બીજા અને અંતિમ તબક્કામાં મતદાન થશે. બીજા તબક્કા માટે નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ 21 નવેમ્બર છે. ગુજરાત વિધાનસભામાં 182 બેઠકો છે.


Share this Article