ગુજરાતમાં આજે કોરોનાના નવા ૧૦,૧૫૦ કેસ નોંધાયા. આજે ૬,૦૯૬ દર્દીઓ સાજા થયા અત્યાર સુધીમાં ૮,૫૨,૪૭૧ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી. જેના પગલે કોરોનાથી સાજા થવાનો દર પણ ઘટીને ૯૨.૦૪ ટકાએ પહોંચી ચુક્યો છે. રાજ્ય સરકાર હાલમાં કોરોનાના રસીકરણ મુદ્દે પણ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ ૧,૩૮,૫૩૬ રસીના ડોઝ અપાયા હતા.
એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં ૬૩૬૧૦ એક્ટિવ કેસ છે. જે પૈકી ૮૩ નાગરિકો વેન્ટિલેટર પર છે. ૬૩૫૨૭ નાગરિકો સ્ટેબલ છે. ૮,૫૨,૪૭૧ નાગરિકો અત્યાર સુધી કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. ૧૦૧૫૯ નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. આજે કોરોનાને કારણે કુલ ૮ નાગરિકોનાં મોત થયા હતા. અમદાવાદ કોર્પોરેશનમાં ૨, વડોદરા કોર્પોરેશન ૧, રાજકોટ કોર્પોરેશન ૨, ભાવનગર કોર્પોરેશન ૨ અને તાપીમાં ૧ નાગરિકનું મોત થયું છે.
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી ૭ને પ્રથમ ૧૨૪ ને બીજાે ડોઝ અપાયો હતો. ૪૫ વર્ષથી વધારેની ઉંમરના ૨૦૭૯ ને રસીનો પ્રથમ ૯૧૦૮ નાગરિકોને બીજાે ડોઝ અપાયો હતો. ૧૮-૪૫ વર્ષના નાગરિકો પૈકી ૨૧૨૩૫ને પ્રથમ ૨૪૬૧૯ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો.
૧૫-૧૮ વર્ષના નાગરિકો પૈકી ૬૬૬૪૮ રસીના ડોઝ અપાયા હતા. આ ઉપરાંત ૧૪૭૧૬ રસીના પ્રિકોર્શન ડોઝ અપાયા હતા. ૧,૩૮,૫૩૬ કુલ રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં ૯,૪૭,૯૮,૮૧૮ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.