ગરીબોના ફરિસ્તા ડો. જગદીશ ત્રિવેદીને લાખ લાખ વંદન, શિક્ષણ માટે આખું જીવન ખપાવી દેવાની તૈયારી! ઘરના પૈસા આપીને કરે છે સેવાના કામ

Lok Patrika
Lok Patrika
1 Min Read
Share this Article

તા.૧૦/૧/૨૩ ની સાંજે અમદાવાદ ખાતે સદવિચાર પરિવારના પી.કે.લહેરી અને કેન્સર સર્જન ડો. પંકજ શાહ તરફથી ડો. જગદીશ ત્રિવેદીને હરિભાઈ પંચાલ સેવારત્ન એવોર્ડનો એનાયત થયો હતો.

આ એવોર્ડ પૂજ્ય જ્યોતિબહેન થાનકીના વરદહસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. ત્યારે જાણીતા હાસ્યલેખક રતિલાલ બોરીસાગર, લોકકલાનાં સંવાહક પદ્મ જોરાવરસિંહ જાદવ, જાણીતા લોકગાયક અભેસિંહ રાઠોડ તેમજ ગુજરાતી ફીલ્મ અને નાટકના અભિનેતા જીતેન્દ્ર ઠક્કર તથા મોટી સંખ્યામાં સેવા, સાહિત્ય અને કલાના ચાહકો ઉપસ્થિત રહ્યા હતા.

જગદીશ ત્રિવેદીને આ સન્માનનીય એવોર્ડ સાથે ૧,૨૫,૦૦૦/- સવા લાખ રુપિયાનો રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. પરંતુ જગદીશ ત્રિવેદીએ એમાં ૭૫,૦૦૦/- પંચોતેર હજાર રુપિયા ઉમેરી સદભાવના પરિવારને કુલ ૨,૦૦,૦૦૦/- બે લાખ રુપિયા આરોગ્ય અને શિક્ષણલક્ષી સેવા કરવા માટે અર્પણ કર્યા હતા.


Share this Article
Leave a comment