Ahmedabad News: TRB જવાનો હાલમાં આખા ગુજરાતમાં ચર્ચામાં છે. કારણ કે 18મી નવેમ્બરના રોજ રાજ્ય સરકાર દ્વારા કુલ 9000 પૈકી આશરે 6300 ટીઆરબી જવાનોને નોકરીમાંથી છુટ્ટા કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો, આ જ હુકમને લઈ હાલમાં આખા ગુજરાતમાં ધબધબાટી બોલી રહી છે. ત્યારે આ બધાની વચ્ચે અમદાવાદમાંથી સરસ કેસ સામે આવ્યો છે અને એક TRB જવાનો માનવતાનું ઉદાહરણ પુરુ પાડ્યું છે.
અમદાવાદમાં એક TRB જવાને ઉત્તમ કારગીરી કરેલી છે અને માનવતાના દર્શન કરાવ્યા છે. વાત જાણે કે એમ છે કે અમદાવાદમાં અંજલિ ચાર રસ્તા પાસે TRB જવાન શૈલેષભાઈ ફરજ પર હતા અને એક મોબાઈલ ફોન મળ્યો હતો.
સામાન્ય રીતે જ્યારે કોઈને ફોન મળે તો ઓછા લોકો એવા હોય કે જે પોતે મહેનત કરીને ફોનના માલિકને પરત કરે. પરંતુ આ TRB જવાન શૈલેષભાઈએ માનવતા દાખવી અને ફોનના મૂળ માલિકને શોધી તેમને ફોન પરત કરી માનવતા મહેકાવી છે. હાલમાં શૈલેષભાઈની આ કામગીરીને સૌ કોઈ વખાણી રહ્યા છે અને વધાવી રહ્યા છેે.