world news: ઘણા નેતાઓ પહેલા પોતાની મરજી પ્રમાણે સ્ટેટમેન્ટ આપી દેતા હોય છે અને પછી માફી માંગતા હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો ફરીવાર સામે આવ્યો છે. બરાક ઓબામાના પૂર્વ વહીવટી સલાહકાર સ્ટુઅર્ટ સેલડોવિટ્ઝનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
"If we killed 4,000 Palestinian kids, it wasn't enough…"
In a separate incident, US State Department veteran Stuart Seldowitz continues his racist harassment of a street vendor in New York.pic.twitter.com/GP49aoxFzg
— Lowkey (@Lowkey0nline) November 21, 2023
જેમાં તે ન્યૂયોર્કમાં એક દુકાનદાર પર ઈસ્લામોફોબિક અપશબ્દોનો ઉપયોગ કરતા જોવા મળે છે. ધ હિલના અહેવાલ મુજબ તે દુકાનદારને આતંકવાદી કહી રહ્યો છે અને પેલેસ્ટાઈન વિરોધી ટિપ્પણી પણ કરી રહ્યો છે. જે હવે ભારે ચર્ચામાં આવી છે.
Stuart Seldowitz was Deputy Director in the US State Department's Office of Israel and Palestinian Affairs from 1999 to 2003.
He seems nice.pic.twitter.com/nWSrpMIZeB
— Lowkey (@Lowkey0nline) November 21, 2023
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરાયેલા એક વીડિયોમાં સેલ્ડોવિટ્ઝે એમ પણ કહ્યું, “4,000 પેલેસ્ટિનિયન બાળકોના મૃત્યુ પૂરતા નથી. હજુ બાળકો મરવા જોઈએ” કોલંબિયા યુનિવર્સિટીના એક વિદ્યાર્થીએ આ ફૂટેજ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યું હતું. ત્યારથી સેલ્ડોવિટ્ઝનો આવો જ એક ટિપ્પણી કરતો અન્ય વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.
સેલ્ડોવિટ્ઝે ઓબામા વહીવટ હેઠળ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ સાઉથ એશિયા ડિરેક્ટોરેટ માટે કાર્યકારી નિર્દેશક તરીકે સેવા આપી હતી. તેઓ 1999 થી 2003 સુધી યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના ઇઝરાયેલ અને પેલેસ્ટિનિયન અફેર્સ ઓફિસમાં ડેપ્યુટી ડાયરેક્ટર પણ હતા. તેમની લોબીંગ ફર્મ દ્વારા ગયા વર્ષે તેના બાહ્ય બાબતોના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.