ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા રાજનીતિક ઉથલપાથલ મચી છે. કોંગ્રેસ, ભાજ્પ સિવાય આ વર્ષે આમ આદમી પાર્ટી પણ મેદાને આવી છે. આ વચ્ચે ભાજપ માટે માઠા સમાચાર સામે આવવાની શકયતા છે. એક પછી એક નેતાઓ અન્ય પાર્ટીમા જોડાઈ રહ્યા છે. હવે પૂર્વ આરોગ્ય મંત્રી જય નારાયણ વ્યાસે CM ગહેલોત સાથે મુલાકાત કરી છે.
હવે આ મુલાકાત બાદ કોઈ મોટી ઉથલપાથલ થવાની શકયતા છે. એક તરફ જય નારાયણ વ્યાસ ભાજપથી નારાજ છે. મળતી માહિતી મુજબ નારાયણ વ્યાસ અને રાજસ્થાનના cm અશોક ગેહલોતની મુલાકાત અમદાવાદના સર્કિટ હાઉસ ખાતે થઈ હતી જ્યા 20 મિનિટ બન્ને વચ્ચે વાત થઈ હતી. જય નારાયણ વ્યાસની રાજનીતીક સફર અંગે વાત કરીએ તો તેઓ ગત ચૂંટણીમાં પાટણની સિદ્ધપુર બેઠક પર ભાજપમાંથી લડ્યા હતા.