અમારા પટેલ સમાજમાં સુખેથી જીવવું હોય તો 70-80 તોલા દાગીના લાવવા પડે, અમદાવાદમાં લવ મેરેજ કરનારી યુવતીને 1 મહિનામાં જ થયો કડવો અનુભવ

Lok Patrika
Lok Patrika
2 Min Read
Share this Article

અમદાવાદમાં લવ મેરેજ કરનારી યુવતીને લગ્ન બાદ સાસુએ એવુ કહ્યુ કે સાંભળતા જ તેના હોશ ઉડી ગયા. 25 વર્ષીય યુવતી આજથી 1 વર્ષ પહેલા જ્યારે કોલેજમાં અભ્યાસ કરતી હતી ત્યારે તેના ફ્રેન્ડની બર્થ ડે પાર્ટીમાં એક યુવકને અમ્ળી હતી. આ બાદ પરિચય પ્રેમમા ફેરવાઈ ગયો અને યુવક યુવતીએ આ અંગે પરિવારને વાત કરી. 2021 માં બન્નેના લગ્ન પણ થયા અને યુવતી સાસરે આવી. એક મહિના સુધી તો બધુ બરાબર ચલ્યુ પણ આ પછી સાસરિયાઓએ તેને સંભળાવવાનુ ચાલુ કરી દીધુ.

યુવતીને કહ્યુ કે તું અલગ સમાજમાંથી આવી છે તારે અમારા પટેલ સમાજના રિવાજ મુજબ સુખેથી રહેવું હોય તો 70 થી 80 તોલા સોનું આપવું પડશે…દહેજની માંગ કરી. આ સિવાય યુવતીનો પતિ પણ તેના માતા-પિતાનો સાથ આપી યુવતી સાથે ઝઘડા અને અંતે છૂટાછેડા માંગી લીધા. યુવકે યુવતી સાથે વાદવિવાદ થતા તેના પર હાથ ઉપાડ્યો હતો. યુવતીને છૂટાછેડા ન આપવા હોવાથી તેના સાસરિયાઓએ સમજૂતી કરાર કર્યો હતો પરંતુ તેમાં યુવતીની વિરુદ્ધની વાતો હોવાથી યુવતીએ સહી ન કરી હોવાનુ પણ સામે આવ્યુ છે.

યુવતીની નણંદે તો ત્યા સુધીની ધમકી આપી દીધી કે તું આજકાલની આવેલી અમારા ઘરમાં તારું ચલાવવા માંગે છે. જો હવે આવું કરીશ તો તને છોડીશું નહીં કાલે સવાર પડવા દે પછી જો તારા હાલ કરું છું કેમ કહી બીજા દિવસે સવારે આ યુવતીને ઘરમાંથી કાઢી મૂકી. આ બાદ બન્ને વચ્ચે સમજૂતી કરાર તૈયાર કરવામા આવ્યો પણ યુવતીને સહી ન કરી હતી. આખરે થાકીને યુવતીએ સાસુ, સસરા, પતિ, નણંદ સામે પોલીસ ફરિયાદ દાખલ કરી છે.

 

 


Share this Article