થોડા સમય પહેલાની વાત છે કે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘નીચ’ કહેતો વીડિયો અચાનક વાયરલ થયો હતો અને જેને લઈને વિવાદ સર્જાયો હતો. આ વીડિયો ક્યારનો છે એ કોઈને નથી ખબર, પરંતુ બે-ત્રણ વર્ષ જૂનો હોવાનું લાગી રહ્યું છે. ત્યારે આજે મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે આમ આદમી પાર્ટીના (AAP) ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે.
. @NCWIndia चीफ़ मुझे जेल में डालने की धमकी दे रही है। मोदी सरकार पटेल समाज को जेल के सिवा दे ही क्या सकती है। बीजेपी पाटीदार समाज से नफ़रत करती है। मैं सरदार पटेल का वंशज हूँ। तुम्हारी जेलों से नहीं डरता। डाल दो मुझे जेल में। इन्होंने पुलिस को भी बुला लिया है। मुजे धमका रहे है।
— Gopal Italia (@Gopal_Italia) October 13, 2022
આખી ઘટના એવી રીતે બની હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે વાંધાજનક ટિપ્પણી મામલે ઈટાલિયાનો વિડિયો વાઈરલ થયા બાદ ઈટાલિયાને રાષ્ટ્રીય મહિલા પંચે (NCW) આજે બપોરે 12:30 વાગ્યે બોલાવ્યા હતા. ઈટાલિયા હાજર થવા ગયા ત્યારે દિલ્હીમાં તેમની ધરપકડ કરાઈ છે.
રાજ્ય સભાના સાંસદ અને ગુજરાત પ્રભારી રાઘવ ચઢ્ઢાએ પણ આ માહિતી આપી હતી કે ગોપાલ ઈટાલિયાની ખોટી રીતે ધરપકડ કરવામાં આવી છે.
पूरी बीजेपी गोपाल इटालिया के पीछे क्यों पड़ी है? https://t.co/s8TZnAZfXc
— Arvind Kejriwal (@ArvindKejriwal) October 13, 2022
આ વીડિયો મામલે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ AAPની આ પ્રકારની માનસિકતા દેશવિરોધી ગણાવી હતી. તો રાષ્ટ્રીય મહિલા પંચે (NCW) મોદી વિરુદ્ધ ટિપ્પણીથી દેશની મહિલાઓનું અપમાન થયાનું જણાવી ઈટાલિયાને ખુલાસો કરવા જણાવ્યું છે. વડાપ્રધાન મોદી સામે વાંધાજનક શબ્દ પ્રયોગથી સમગ્ર દેશની મહિલાઓનું અપમાન થયાનું કહી NCWએ ઈટાલિયા સામે નોટિસ પણ કાઢવામાં આવી હતી. ઈટાલિયા આ નોટિસનો જવાબ આપવા ગુરુવારે બપોરે NCWની દિલ્હી સ્થિત ઓફિસ પહોંચ્યા ત્યાં જ પહેલા જ તેમની ધરપકડ કરવામાં આવી હતી.