હાલમાં એક રાહતના સમાચાર એ છે કે રાજ્યમાં આ વર્ષ ચોમાસું વહેલું આવી પહોંચશે. ગુજરાતમાં આ વર્ષે ૨૦ જૂનની આસપાસ ચોમાસાનું આગમન થઈ જાય તેવી સંભાવના છે. દેશમાં નૈઋત્યનાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. ત્યારે વાત કરીએ તો ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં છેલ્લાં કેટલાંક દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. એવામાં હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, ‘આજે સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ વરસશે. સૌરાષ્ટ્રમાં રાજકોટ અને અમરેલીમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
સાથે જ કહેવામાં આવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં પણ સામાન્ય વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. ત્યારે બીજી બાજુ માછીમારોને પણ તારીખ 28 અને 29 મેના રોજ દરિયો ન ખેડવાની સૂચના આપી છે. બીજી બાજુ હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઇ આગાહી કરતા જણાવ્યું કે, આજે 26 મેના રોજ દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે છે. આગામી પાંચ દિવસ હવામાન ભેજવાળું રહેતાં ગરમીથી રાહત મળશે. રાજસ્થાન ઉપર લો પ્રેશર ઉદ્દભવ્યું હોવાથી ગુજરાતમાં તેની અસર જોવા મળી રહી છે. જેના કારણે અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ભેજવાળું અને વાદળછાયું વાતાવરણ સર્જાયું છે.
હાલ વાતાવરણ ભેજવાળું છે, પરંતુ વરસાદ આવે એટલા પ્રમાણમાં ભેજ નથી. હાલમાં કોઈ સ્ટ્રોંગ સિસ્ટમ સક્રિય નહીં હોવાથી વરસાદની શક્યતા નહિવત્ છે. રાજ્યમાં મે મહિનાના અંત સુધી કાળઝાળ ગરમી યથાવત્ રહેશે, પરંતુ તેમાં સામાન્ય ઘટાડો થઈ શકે છે. કેરળમાં ૨૬મી મેના રોજ ચોમાસાનું આગમન થવાની શક્યતા છે. આ સ્થિતિમાં દક્ષિણ ગુજરાતમાં ૧૦થી ૧૫ જૂન વચ્ચે, તે પછી ૧૫થી ૨૦ જૂન દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાનું આગમન થઈ શકે છે.
તાપી, નવસારી, વલસાડ, ભરૂચ અને સુરત સહિતના જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજસ્થાનમાં સર્જાયેલી સિસ્ટમ હજુ પણ સક્રિય રહેતાં વરસાદની શક્યતા છે. સાથે જ 2 દિવસ બાદ રાજ્યમાં ફરીથી ગરમીનો રાઉન્ડ શરૂ થવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ પવનની ગતિ ૧૦થી ૧૫ કિ.મી. પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. તાપમાનમાં બેથી ત્રણ દિવસ કોઈ મોટો ફેરફાર પણ જોવા મળશે નહીં, પરંતુ પાંચ દિવસ બાદ રાજ્યનાં તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થશે.